રવિવારે શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન: 500 થી વધુ ડોગ ભાગ લેશે

રવિવારે શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન: 500 થી વધુ ડોગ ભાગ લેશે
રવિવારે શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન: 500 થી વધુ ડોગ ભાગ લેશે

સવારે 9 થી સાંજના 5 સુધી આયોજન: 30 થી વધુ પ્રજાતીના ડોગ જોવા મળશે, સૌરાષ્ટ્ર કચ્છના શહેરોમાંથી ડોગ ભાગ લેશે: 500 ગ્રામ વજનના ટોય બ્રિડથી 100 કિલોના મોટી બ્રિડના શ્ર્વાન લોકોને જોવા મળશે

શહેરના સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટેડ્રેસ અને બ્રિડર્સ એસોસિએશન દ્રારા 8 જાન્યુઆરીના રવિવારે સવારે 9 થી સાંજના 5 સુધી ભવ્ય ડોગ-શો આયોજન શાસ્ત્રી મેદાન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30 થી વધુ બ્રિડના 500 થી વધુ શ્ર્વાનો ભાગ લઈ રહ્યા છે. આ શો ના આકર્ષણમાં 500 ગ્રામના વજનથી લઈને 100 કિલોના કદાવર શ્ર્વાન ડોગ લવર્સને જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

ડોગ-શો માં ભાગ લેવા માટે શ્ર્વાન માલિકોએ તા.5 જાન્યુઆરી સુધીમાં વિવિધ પેટશોપ ખાતે પોતાના શ્ર્વાનની એન્ટ્રી પાસ મેળવી લેવા જણાવેલ છે.
ડોગ-શોમાં વિવિધ પ્રજાતીના શ્ર્વાનોમાં પોમેરેનીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રટડેન, ડોબરમેન ગોલ્ડન રીટીવર, પીટબુલ, ડાલમેશીયન, ચાઉ-ચાઉ, મેસ્ટીફ, શેનબનાર્ડ જેવા લાખેણી કિંમતના વિદેશી બ્રિડોના શ્ર્વાન જોવા મળશે. આ શોના નિણાર્યક તરીકે યશ શ્રી વાસ્તવ (ભોપાલ) અને પૃથ્વી પાટીલ (બરોઠા) સેવા આપશે.

Read About Weather here

સમગ્ર શોમાં મેડિકલની વેટરનરી ટીમ હાજર રહીને ડોગ-શો માં ડોગ ટ્રીટમેન્ટ માહિતી અને રસીકરણ જેવી બાબતે શ્ર્વાન માલિકોમાં જાગૃતિ પ્રસરાવશે. શાસ્ત્રી મેદાનના વિશાળ ગ્રાઉન્ડમાં ડોગ-શો ની રીંગ, વિવિધ કંપનીના સ્ટોલ, માહિતી કેન્દ્ર અને શહેરના વિવિધ પેટશોપના સ્ટોલ રાખવામાં આવશે. ડોગ-શો માં ભાગ લેનારે સવારે 8:30 કલાકે પોતાની એન્ટ્રી પાસ બતાવીને રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવી લેવું. વિશેષ માહિતી માટે 98249 07431 તથા 98254 40045 ઉપર સંપર્ક કરવો. તેમ પ્રમુખ ભુવનેશ પંડયાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here