રણબીર-આલિયાના લગ્નમાં માતા નીતુએ ગિફટમાં આપ્‍યો ૬બીએચકે ફલેટ…!

રણબીર-આલિયાના લગ્નમાં માતા નીતુએ ગિફટમાં આપ્‍યો ૬બીએચકે ફલેટ…!
રણબીર-આલિયાના લગ્નમાં માતા નીતુએ ગિફટમાં આપ્‍યો ૬બીએચકે ફલેટ…!
લગ્ન થયા ત્‍યાં સુધી રણબીર-આલિયાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર આવી શકી નથી. નવી દિલ્‍હી,તા.૨૦: બોલિવૂડના ક્‍યૂટ કપલ રણબીર-આલિયાના લગ્ન ૧૪ એપ્રિલના રોજ થયા હતા. તેમના લગ્ન અંગત બાબત હતી, માત્ર પરિવારના સભ્‍યો અને ખાસ મિત્રો જ તેમના લગ્નનો ભાગ બન્‍યા હતા આ કપલે ૧૭ એપ્રિલે મિત્રો માટે ભવ્‍ય રિસેપ્‍શન રાખ્‍યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્‍ટાર્સે હાજરી આપી હતી.બોલિવૂડ લાઈફમાં છપાયેલા અહેવાલ મુજબ આલિયા-રણબીરને ઘણી કિંમતી ભેટ મળી છે. તેની માતા નીતુ કપૂરથી લઈને રણબીરની એક્‍સ ગર્લફ્રેન્‍ડ્‍સ, મિત્રોએ પણ લગ્નમાં લાખોની કિંમતની ભેટ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

લગ્નમાં માતાએ પુત્ર-પુત્રવધૂને ફ્‌લેટ ગિફ્‌ટ કર્યોઃ સૂત્રોનું માનીએ તો નીતુ કપૂરે રણબીર અને આલિયાને ૬ રૂમનો ફ્‌લેટ ગિફ્‌ટ કર્યો છે. જેની કિંમત ૨૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફે આલિયા માટે કિંમતી ભેટ મોકલી છે. કેટરિનાએ આલિયાને પ્‍લેટિનમ બ્રેસલેટ આપ્‍યું છે, જેની કિંમત ૧૪.૫ લાખ રૂપિયા છે. બીજી તરફ, દીપિકાએ નવા કપલ માટે એન્‍ડોર્સ્‍ડ બ્રાન્‍ડ ચોપર્ડની દ્યડિયાળો ભેટમાં આપી છે. જેની કુલ કિંમત ૧૫ લાખ જણાવવામાં આવી રહી છે. દ્યડિયાળોનો સમૂહ આપવામાં આવે છે. આ દ્યડિયાળોની કિંમત ૧૫ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Read About Weather here

આલિયાએ ફિલ્‍મ ‘સ્‍ટુડન્‍ટ ઓફ ધ યર’થી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્‍હોત્રા અને વરુણ ધવન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થે આલિયાને ૩ લાખની કિંમતની વર્સાચેની હેન્‍ડબેગ ભેટમાં આપી છે. અર્જુન કપૂર અને રણબીર કપૂરની મિત્રતા ખૂબ જ મજબૂત છે, આવી સ્‍થિતિમાં અર્જુને તેના મિત્રને એક શાનદાર ગુજ્જી જેકેટ ગિફ્‌ટ કર્યું છે, જેની કિંમત ૧.૫ લાખ છે.વરુણ ધવન અને આલિયા ભટ્ટ ઘણા સારા મિત્રો છે. વરુણે તેના બેસ્‍ટ ફ્રેન્‍ડ ગુચી સેન્‍ડલ ગિફ્‌ટ કર્યા છે, જેની કિંમત ૪ લાખ રૂપિયા છે.આ સિવાય પ્રિયંકા ચોપરાએ આલિયાને કિંમતી હીરાનો હાર ભેટમાં આપ્‍યો છે, જેની કિંમત ૯ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here