રખડતા ઢોરોનો આતંક…!

રખડતા ઢોરોનો આતંક…!
રખડતા ઢોરોનો આતંક…!
જો કે કેટલાક નવ યુવાનોએ ધોકા, લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છુટા પાડી ભગાડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગઇકાલે બુધવારે રાત્રીના સુમારે પાટણ શહેરના પારેવા સર્કલ નજીક બે રખડતા આખલા વચ્ચે શિંગડા યુદ્ધ જામતા વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રખડતા ઢોરો દ્વારા માર્ગ વચોવચ્ચ અવારનવાર જામતા દ્વંદ્વયુદ્ધના કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો તેનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મોતના મુખમાં ધકેલાયેલા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતાં પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.

Read About Weather here

ત્યારે રખડતા ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિદ્રામાંથી જાગી રખડતા ઢોરોને તાબે કરવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.પાટણના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર વારંવાર જામતા આખલા યુદ્ધના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહેતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here