જી-20ની ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ આધારિત આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રાજકોટ ખાતે શાનદાર પ્રારંભ
મકરસંક્રાંતિના પર્વ પર “રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો ધર્મેન્દ્ર કોલેજના મેદાનમાં રાસગરબાના તાલે ભવ્ય પ્રારંભ થયો હતો.જેમાં વિશ્ર્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત ભારતભરના અને સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી પધારેલા પતંગ રસિયાઓએ પતંગોત્સવમાં ભાગ લઈને અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here

પતંગોત્સવને ખુલ્લો મુકતા મેયર પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, દુનિયાના 16 થી વધુ દેશોના, ભારતના 7 રાજ્યોના અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આવેલા 160 થી વધુ પતંગશોખીનોએ પતંગોત્સવમાં ભાગ લઈને રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે.વિવિધતામાં એકતા સમાન આ પર્વમાં સૌ સાથે મળીને નવી આશાઓનો અને ઉમંગનો પતંગ આકાશમાં ઉપર ચગાવીએ તેવી ભાવના મેયરએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી અને શહેરીજનોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, પતંગ મહોત્સવ થકી આજે ગરબાના તાલે વિદેશીઓ ગરબે ઘૂમીને આપણી સંસ્કૃતિને માણી રહ્યા છે. આ પ્રકારના મહોત્સવથી વિદેશીઓ આપણી સંસ્કૃતિને માણે-જાણે અને ભારત દેશની લોકસંસ્કૃતિ સુવાસ સમગ્ર વિશ્ર્વમાં પ્રસરાવે, તે જ આ પતંગ મહોત્સવની સાચી ઉજવણી છે એવી લાગણી રામભાઇએ વ્યક્ત કરી હતી.

પતંગ એ શાંતિનું પ્રતીક છે. જી-20ની ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ પર આધારિત આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઈન્ડોનેશિયા, ઇઝરાયેલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 16 દેશો તેમજ ભારતના 7 રાજ્યોના પતંગવીરોએ ભાગ લઈને “વસુધૈવ કુટુંબકમ સૂત્રને સાર્થક કર્યું હતું.આ પતંગ મહોત્સવમાં આવેલા દેશ વિદેશના પતંગ ઉત્સાહીઓનું કુમકુમ તિલક અને ઢોલના નાદ સાથે સ્વાગત કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે સ્વાગત ઉદબોધન કર્યું હતું.
Read About Weather here
પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલા જી-20 ની થીમ પર આધારિત 250 પતંગોની લહેર, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રીંગ કાઈટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્મક પતંગો, મેક્સિકોથી આવેલ પતંગબાજની 25 મીટર લાંબી અને 18 મીટર લાંબી ડ્રેગન કાઇટ તો હૈદરાબાદથી આવેલ 19 વર્ષીય આકાશની 15 કિલો વજનની રેઈનબો સ્પિનર સહિત 250 પતંગની લેર સહિતની પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, રાજકોટ મહા નગરપાલિકાના ડે.કમિશનર આશિષ કુમાર, રાજકોટના અગ્રણીઓ કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, વિનુભાઈ ધવા સહીતના મહાનુભાવો અને પતંગપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here