દેશના બંને મહત્વનાં રાજ્યોમાં કોંગ્રેસનો સદંતર સફાયો થવાનો વર્તારો: માત્ર ગોવા અને ઉતરાખંડમાં કોંગ્રેસની થોડી લાજ બચી જવાની શક્યતા
પંજાબમાં કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળ જેવા ખમતીધર પક્ષોને એક હજાર વોલ્ટનો આંચકો આપતી આમ આદમી પાર્ટી, આસાનીથી બહુમતીની શક્યતા: યુ.પી. માં ફરી બહુમતી સાથે યોગી સરકાર રચાશે, ગોવા અને ઉતરાખંડમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનનાં તમામ તબક્કા પુરા થઇ ગયા બાદ હાથ ધરાયેલા એક્ઝીટ પોલનાં તારણો મુજબ જબરદસ્ત સંઘર્ષ થયા છતાં ભાજપ દેશના સૌથી મોટા રાજ્ય ઉતરપ્રદેશનો ગઢ જાળવી રાખે તેવી શક્યતા છે. જયારે પંજાબમાં તારણો આશ્ર્ચર્યજનક રહ્યા છે અને ત્રણેય મુખ્ય અને મહત્વનાં પક્ષોને પાછળ રાખી આમ આદમી પાર્ટી પંજાબ સર કરે તેવી પુરેપુરી સંભાવના છે. એકમાત્ર ગોવા અને ઉતરાખંડમાં કોંગ્રેસે ભાજપની જોરદાર ટક્કર લીધી છે અને થોડી આબરૂ બચાવશે તેવું એક્ઝીટ પોલનાં તારણો દર્શાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
બહાર આવેલા તારણો દર્શાવે છે કે, યુપીમાં સમાજવાદી પાર્ટીનાં માંધાતા અખિલેશ યાદવે જોરદાર ટક્કર લીધી હોવા છતાં સમાજવાદી પાર્ટીને બહુમતીથી છેટું રહી જવાની શક્યતા છે. યુ.પી.માં કુલ 403 બેઠકોમાંથી ભાજપને 242 અને સમાજવાદી પાર્ટીને તેનાથી અડધી 143 બેઠકો જ મળવાની સંભાવના છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં માત્ર યોગી અને અખિલેશ મેદાનમાં હતા અને ફરી એકવખત યોગી આદિત્યનાથ ભાજપ માટે યુ.પી. જાળવી રાખવામાં સફળ થાય એમ લાગે છે. માયાવતીનાં બસપા અને કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી જશે એવું પોલ કહે છે. બસપાને 11 બેઠકો મળે તેવો અંદાજ છે.
રાષ્ટ્રીયપક્ષ કોંગ્રેસનું યુપીમાં ધોવાણ એટલું થઇ ગયું છે કે હવે તે અસ્તિત્વ પણ ગુમાવી દેવાની તૈયારીમાં છે. માત્ર 4 બેઠકો મળવાની શક્યતા છે. હવે પંજાબની વાત કરીએ તો એક્ઝીટ પોલનાં તારણો દર્શાવે છે કે, પંજાબી મતદારોએ ત્રણેય નીવડેલા પક્ષોને બાજુએ ધકેલી અરવિંદ કેજરીવાલનાં વચનો પર ભરોસો દર્શાવ્યો છે. જેના કારણે સ્થાનિક રીતે શક્તિશાળી અકાલી દળ, સતા સ્થાન પર રહેલ કોંગ્રેસ અને ભાજપ ખરાબ રીતે પરાજિત થઇ રહ્યા છે. ‘આપ’ને 63 બેઠકો, કોંગ્રેસને માત્ર 28, અકાલી દળને 19 બેઠકોની શક્યતા છે. ચોથા સ્થાને રહેતા ભાજપને પંજાબે જાકારો આપ્યો છે અને માત્ર 4 બેઠક મળવાની શક્યતા છે. ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કિ ટક્કર થઇ રહી હોય તેમ બંને કુલ 40 બેઠકોમાંથી બંને પક્ષોને 16- 16 બેઠકો મળશે તેવી શક્યતા છે. બંગાળનાં મમતા બેનર્જી પહેલીવાર ગોવામાં ખાતું ખોલશે. એમના પક્ષ ટીએમસી ને ત્રણ બેઠકો મળી રહી છે. અન્યોને પાંચ બેઠકો મળવાની શક્યતા છે. ઉતરાખંડમાં પણ કોંગ્રેસે ભાજપની જોરદાર ટક્કર લીધી છે અને ભાજપને હંફાવી દીધું છે.
Read About Weather here
કુલ 70 બેઠકો પૈકી ભાજપને 35 અને કોંગ્રેસને 32 બેઠકો મળવાની શક્યતા છે. ‘આપ’ને એક બેઠક મળે તેમ છે. અન્યોને બે બેઠક મળશે. આ રીતે ઉતરાખંડમાં બે માંથી કોઈપણ પક્ષની સરકાર આવી શકે છે. ગોવામાં પણ ધારણા મુજબ બેઠકો મળે તો કોંગ્રેસ મમતાનો ટેકો લઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે. આ બંને નાના રાજ્યો છે પણ દેશનું ભાવિ નક્કી કરતા યુ.પી. જેવા રાજ્યમાં કોંગ્રેસ બેઠી થઇ રહી હોવાની શક્યતાઓ એક્ઝીટ પોલ બાદ એકદમ ધૂંધળી બની ગઈ છે. અધુરામાં પૂરું પંજાબમાંથી પણ કોંગ્રેસ સતા ગુમાવી રહી છે. 2024 ની લોકસભા ચૂંટણીઓ પહેલા સેમિફાઈનલ જેવી ગણાયેલી આ ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ પરિણામો આવે તેવી સંભાવના છે. ભાજપે યુ.પી. ટકાવી રાખી કેન્દ્રમાં શાસન અને ગાદી જાળવી રાખવાની શક્યતાઓ વધુ ઉજળી બનાવી રાખી છે. મણીપુરમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવે તેવી શક્યતા છે. 60 બેઠકોનાં ધારાગૃહમાં ભાજપને 30 અને કોંગ્રેસને 13 બેઠકો મળવાની સંભાવના છે. અન્યોને 17 બેઠકો મળવાની શક્યતા છે. 10મી માર્ચે મત ગણતરી છે. ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here