યુવતીએ સેન્ડલ કાઢી મારઝૂડ કરી…!

યુવતીએ સેન્ડલ કાઢી મારઝૂડ કરી…!
યુવતીએ સેન્ડલ કાઢી મારઝૂડ કરી…!
આજુબાજુમાં રહેલા લોકોએ જ્યારે યુવતીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો તો યુવતી ગુસ્સામાં કહેવા લાગી કે ઈજા મને પહોંચી છે, તમને નહીં…..વીડિયો બાદ પોલીસે ડિલિવરી બોય સાથે વાતચીત કરી હતી. મધ્યપ્રદેશના જબલપુરમાં એક યુવતીની દબંગાઈનો એક વીડિયો વાઇરલ થયો છે. તેણે જાહેરમાં માર્ગ પર એક ડિલિવરી બોય સાથે મારઝૂડ કરી હતી. આ યુવકની ભૂલ એ હતી કે તેની બાઈક યુવતીની સ્કૂટીને ટચ થઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ સંજોગોમાં યુવતીને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને પગમાંથી સેન્ડલ કાઢીને યુવકને ફટકારવા લાગી હતી. આ ઉપરાંત તેણે યુવકને ખૂબ જ લાત મારી હતી.  ત્યાર બાદ તેણે યુવતી સામે ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ઓમતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ SPS બઘેલે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવાર 14 એપ્રિલના બપોરે 2.30 વાગ્યાની છે. બિછુઆ ચરગંવાનો ડિલીવરી બોય દિલીપ વિશ્વકર્મા (25)એ ફરિયાદ દાખલ કરી હતી કે તે પિઝાની ડિલિવરી માટે જઈ રહ્યો હતો. જબલપુર હોસ્પિટલ નજીક સામેથી સ્કૂટી લઈ યુવતી આવી ગઈ હતી. તે સ્કૂટી ઉપર નિયંત્રણ મેળવી શકી ન હતી અને પડી ગઈ હતી.

Read About Weather here

ત્યારબાદ યુવતી મને અપશબ્દો કહેવા લાગી હતી અને મારઝૂડ કરવા લાગી હતી. વીડિયો મળ્યા બાદ પોલીસ આ ઘટનાને લઈ સક્રિય થઈ ગઈ હતી અને સ્વિગી કંપનીનો સંપર્ક કરી પીડિત દિલીપ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીની સામે દિલીપ વિશ્વકર્માની ફરિયાદ પ્રમાણે જાહેર માર્ગ પર અપમાનિત કરવા અને મારઝૂડ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.ઓમતી પોલીસે જણાવ્યું કે પરિવહન વિભાગની વેબસાઈટ પ્રમાણે સ્કૂટી, ન્યૂ રિછાઈ કોલોની, GIF સ્થિત કોઈ મધુ સિંહ નામ પર નોંધાયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here