પંજાબ-હરિયાણામાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર, ઠેરઠેર ઉગ્ર પ્રદર્શન, રાષ્ટ્રપતિને તાકિદનો પત્ર પાઠવાયો
લખીમપુર ખીરીમાં હિંસામાં આઠ ખેડૂતોના મોત બાદ વિપક્ષી નેતાઓને નજર કેદ કરાયા: ખીરીમાં શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ: કોઇ નેતાને પીડિત પરિવારોને મળવા ન દેવાયા, ખાલા લખીમપુર ફરતે સુરક્ષાની કિલ્લેબંધી: સીબીઆઇ તપાસની માંગ કરતા અનેક નેતાઓ, યોગી સરકાર રાજીનામું આપે, અખિલેશ: કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના પુત્ર આશિષ મિશ્રા સામે એફઆઇઆર દાખલ
યુપીના લખીમપુર ખીરી વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાની મુલાકાત વખતે ખેડૂતોના વ્યાપક પ્રદર્શન દરમ્યાન હિંસા અને મંત્રીના કાફલાની કારની ઠોકરે
Visit Saurashtra Kranti Homepage here
ચાર કિસાન સહિત આઠ ખેડૂતોના મોત થયા બાદ લખીમપુર ખીરી સહિત સમગ્ર યુપીમાં જબરદસ્ત તંગદીલી ઉભી થવા પામી છે. મૃતક ખેડૂતોના પરિવારોને મળવા જઇ રહેલા તમામ ટોચના વિપક્ષી નેતાઓને યોગી સરકારની પોલીસ અટકાવી રહી છે.
આજે સવારે લખીમપુર ખીરી જતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ મહિલા અગ્રણી પ્રિયંકા ગાંધી અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી લીધી હતી.
વિપક્ષી નેતાઓએ ઘટનાની સીબીઆઇ તપાસની માંગણી કરી છે. અખિલેશ યાદવે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રા અને યોગી સરકારના રાજીનામાની માંગણી કરી છે.
મોટા ભાગના વિપક્ષી નેતાઓને નજર કેદ કરી દેવામાં આવ્યા છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોત બાદ ભારે તનાવ ઉભો થયો હોવાથી યોગી સરકારે તમામ શાળા-કોલેજો બંધ કરી દીધી છે.
ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર લખીમપુર ખીરીને ધેરીને સુરક્ષાનો કિલ્લો રચી દેવામાં આવ્યો છે. જેથી કોઇ વિપક્ષી નેતાઓ મુલાકાત લઇ શકે નહીં.
દરમ્યાન લખીમપુર ખીરી જતા પ્રિયંકા ગાંધીની સીતાપુરથી પોલીસે અટકાયત કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ રોષ વ્યકત કર્યો હતો કે, ખેડૂતોને કચડી નાખવા માટે આ સરકાર રાજનીતિ અપનાવી રહી છે.
આ દેશ ભાજપનો નથી પણ ખેડૂતોનો છે. હું મૃતક કિસાનોના પરિવારને મળવા જઇ રહી હતી. મેં કોઇ ગુન્હો કર્યો નથી મને શું કામ અટકાવવામાં આવી છે? તમારી પાસે કોઇ વોરન્ટ પણ ન હતું.
એ જ રીતે પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને નજરકેદ કરી દેવાયા બાદ તેઓ સવારથી એમના નિવાસ સ્થાનની બહાર ધરણા પર બેસી ગયા હતા. ત્યાં ગોઠવાયેલા પોલીસ કાફલાએ અખિલેશની અટકાયત કરી લીધી હતી.
આ રીતે લખીમપુર જઇ રહેલા વિપક્ષી નેતાઓ અને કાર્યકરોની પકડા પકડીનો દોર યોગી સરકારે શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધીના ભાઇ રાહુલ ગાંધીએ બહેનની હિંમ્મતની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રિયંકા મને ખબર છે
તમે પાછળ નહીં જ હટો, તમારૂ સાહસ અને હિમ્મત જોઇને સરકાર ડરી ગઇ છે. ન્યાય માટેની અહિંસક લડાઇમાં આપણે અન્નદાતાને ન્યાય અપાવીને જ રહીશું.
સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિવાસ સ્થાન ફરતે સુરક્ષા દળોનો જંગી કાફલો ગોઠવી દેવાયો હતો. લખનઉના વિક્રમ આદિત્ય માર્ગ પર આવેલા એમના નિવાસમાં સરકારે અખિલેશને નજરકેદ કરી દીધા હતા.
બાદમાં તેઓ એમના નિવાસની બહાર ધરણા પર બેસી ગયા હતા. તેમણે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી કેસવપ્રસાદ મૌર્યના રાજીનામાંની માંગણી કરી હતી
અને આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો પર આવું દમન પણ બ્રિટશ રાજમાં પણ જોવા મળ્યું નથી. દરમ્યાન કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, યુપી પોલીસે અટકાયત કરતા સમયે પ્રિયંકા ગાંધીને ધક્કે ચડાયા હતા, એમના કપડા ખેંચવામાં આવી રહયા હતા.
મુખ્યમંત્રીએ હવે આ તાનાશાહી બંધ કરવી જોઇએ. એમને ખબર હોવી જોઇએ કે, અમે તો કુરબાની દેવા વાળા લોકો છીએ અમે કદી ઝુંકવાના નથી. પ્રિયંકાનો હાથ મરડી નાખવામાં આવ્યો હતો એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલને પણ લખીમપુર ખીરી જવા દેવાયા ન હતા. એમના વિમાનને યુપીમાં ઉતરવા દેવાયું નથી. બધેલે યોગી સરકારની તાનાશાહીની આકરી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે,
યુપીમાં નાગરીક અધિકારીનું ખુલ્લે આમ હન્ન કરવામાં આવી રહયું છે. વિરોધ પક્ષોએ ક્રુર યોગી સરકારના રાજીનામાંની એકી અવાજે માંગણી કરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચન્નીને પણ લખીનપુર જવા દેવાયા નથી.
તેમણે જણાવ્યું હતું કે, કિસાનો પર કાર ચડાવી દેવાની અમાનવીય અને ભયાનક ઘટનાને દેશમાં તમામ લોકોએ શખત ભાષામાં વખોડી કાઢવી જોઇએ. દરમ્યાન પંજાબથી ખેડૂતો જંગી સંખ્યામાં યુપી ધસી રહયા છે
અને ભારે તનાવ ઉભો થઇ રહયો છે. બસપાના વડા માયાવતીએ આ ઘટનાની અદાલતની તપાસની માંગણી કરી છે અને કિસાનોની હત્યાને દુ:ખદ ગણાવી છે.
પંજાબ, છત્તીસગઢનાં મુખ્યમંત્રીઓ અને અન્ય વિપક્ષી નેતાઓના વિમાનને એરપોર્ટ પર ઉતરવા ન દેવા યુપીના અધિક મુખ્ય સચિવે લખનઉ એરપોર્ટ સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. પંજાબ અને યુપીમાં કિસાનોમાં ભારે આક્રોશ પેદા થયો છે.
Read About Weather here
આજે તમામ જિલ્લાઓમાં ઉગ્ર દેખાવો કરવાનું એલાન આપવામાં આવ્યું છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here