યુપીમાં કિસાનોની હત્યાના રાજકોટ સહિત ગુજરાતમાં ઘેરા પડઘા

યુપીમાં કિસાનોની હત્યાના રાજકોટ સહિત ગુજરાતમાં ઘેરા પડઘા
યુપીમાં કિસાનોની હત્યાના રાજકોટ સહિત ગુજરાતમાં ઘેરા પડઘા

ક્રિકેટરને અંગુઠામાં ઠેસ પહોંચે તો ટ્વીટ કરી સાંત્વના આપનાર દેશના વડાપ્રધાન આઠ-આઠ કિસાનોના મોત સામે મૌન: એનએસયુઆઇ
150 ફૂટ રીંગરોડ પર ચક્કાજામ કરતા અનેક કાર્યકરોની અટકાયત કરતી પોલીસ: મંત્રીના દીકરાએ કિસાનોની હત્યા કરી છે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે કિસાનોના દેખાવો દરમ્યાન કેન્દ્રીય મંત્રીના દીકરાએ કથીત રીતે દેખાવકારો પર કાર ચડાવી દીધા બાદ આઠ કિસાનોના મૃત્યુ થયાની ઘટનાના રાજકોટ સહિત ગુજરાતભરમાં ઘેરા પડઘા પડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસે આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જયારે આજે રાજકોટમાં એનએસયુઆઇના કાર્યકરો રસ્તા પર ઉતરી પડયા હતા અને 150 ફૂટ રીંગ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા છે. સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત પોલીસે કરી લીધી છે. આ રીતે યુપીના મામલાના પગલે ગુજરાતમાં રાજકારણ ગરમી પકડી ગયું છે.

યુપીની ઘટનાના વિરોધમાં બે દિવસ ધરણા કરવાનો કાર્યક્રમ જાહેર કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, યુપીમાં કેન્દ્રીય મંત્રીના દીકરાએ ખેડૂતોની હત્યા કરી છે.

તમામ વિપક્ષી નેતાઓ માટે લખીમપુર ખીરીમાંનો એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી છે. આથી રાજયમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા બે દિવસ સુધી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.

રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આજે બપોરે એનએસયુઆઇના કાર્યકરો રસ્તા પર ઉતરી પડયા હતા. યુપીમાં કિસાનો પર દમન અને અત્યાચારના વિરોધમાં કાર્યકરોએ ચક્કાજામ કરી દીધો હતો.

આથી પોલીસનો મોટો કાફલો સ્થળ પર ધસી ગયો હતો. સંખ્યાબંધ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કાર્યકરોએ યુપી અને ગુજરાતની ભાજપ સરકાર વિરૂધ્ધ ગગનભેદી સુત્રોચ્ચાર કર્યા હતા.

150 ફૂટ રીંગ રોડ પર કેકેવી હોલ પાસે શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યુ હતું. યુવા આગેવાનોએ પ્રિયંકા ગાંધી સાથે દુરવ્યવહાર કરનાર યુપી પોલીસના અધિકારીઓ

સામે કાનુની પગલા લેવા માંગણી કરી હતી. યુપીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજીનામું આપે તેવી નારેબાજી કરી હતી. યુવા કોંગે્રસે આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો પર જાણી જોઇને કાર ચડાવી દેવામાં આવી હતી.

આ ખુબજ ગંભીર ઘટના છે. એક ભારતીય ક્રિકેટરને અંગુઠામાં ઠેસ વાગે તો પણ ટ્વીટ કરી શાંતવના આપનાર દેશના વડાપ્રધાન આ નરસહાર ઘટના મામલે કેમ હજુ મૌન છે તે મોટો સવાલ છે.

Read About Weather here

આ કાર્યક્રમાં યુવા કોંગ્રેસના મયુર વાંક, જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, અભિરાજ તલાતીયા, મૌલેશ મકવાણા, જીત સોની, પાર્થ બગડા, રવિરાજ વાળા, જીત ડવ વગેરે કાર્યકરો જોડાયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here