યુપીમાં આફત…!

યુપીમાં આફત…!
યુપીમાં આફત…!
રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, સોમવારે મોટા ભાગની ઘટનાઓ ધૂળ, ડમરી અને વિજળી પડવા તથા ડૂબવાના કારણે થયા છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે.  

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છેયુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સોમવારે ધૂળ ભરેલી ડમરી, વિજળીના કડાકા અને ડૂબવાના કારણે અલગ અલગ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. ઉપરાંત ત્રણ જાનવરોના પણ મોત થઈ ગયા હતા.રેવન્યૂ વિભાગે કહ્યું છે કે, આગરા અને વારાણસીમાં ચાર ચાર લોકોના મોત થયા છે.

Read About Weather here

ગાઝીપુર અને કૌશાંબીમાં એક એક તથા પ્રતાપગઢમાં બે લોકોના ડૂબવાથી મોત થયા છે. નિવેદન અનુસાર, અલીગઢ, શાહજહાંપુર અને બાંદામાં એક એક વ્યક્તિના મોત જ્યારે લખીમપુર ખીરીમાં બે લોકોના વિજળી પડવાથી મોત થયા છે. ધૂળ અને ડમરીથી અમેઠી, ચિત્રકૂટ, અયોધ્યા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર અને જૌનપુરમાં એક એક તથા વારાણસી, બાંરાબંકી, આંબેડકરનગર, બલિયા અને ગોંડામાં બે બે જ્યારે કૌશાંબી અને સીતાપુરમાં ત્રણ-ત્રણ લોકોના મોત થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here