યુનિવર્સિટી અને કોલેજોમાં 15મી જૂનથી નવા સત્રનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજો માટે શૈક્ષણિક વર્ષ 2022-23 માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જો કે, મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમોને જ નવું કેલેન્ડર લાગુ પડશે.શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘનાં જણાવ્યા પ્રમાણે, યુજી સેમ.3 અને 5 તથા પીજી સેમ.3 માં 15 મી જૂનથી શૈક્ષિણક કાર્ય શરૂ કરવાનું રહેશે. જયારે યુજી અને પીજી સેમ.1 તા.23 મી જૂનથી ચાલુ કરાશે. આ પ્રથમ સત્રમાં 15મી જૂનથી 14 મી ડિસેમ્બર સુધી ટીચિંગ સહિત કામકાજના 132 દિવસો રહેશે. આ સાથે તા.1 લી જૂનથી તા.22 મી જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

જે પણ ધો.12 ના પરિણામ જાહેર થયા પછી પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી શકાશે. ચાલુ વર્ષે દિવાળી વેકેશન તા.19 મી ઓક્ટોબરથી તા. 8 મી નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે. જે દિવાળી વેકેશન જીટીયુ સહિત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સમાન રહેશે. યુનિવર્સિટી વિભાગ અને કોલેજોમાં આંતરિક મુલ્યાંકન માટે વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરેની તારીખ હજુ નિર્ધારિત કરવામાં આવી નથી, પરંતુ 9 મી નવેમ્બરથી 14 મી ડિસેમ્બર દરમિયાન એટલે કે, પ્રથમસત્રના અંત પહેલા યુનિવર્સિટીઓ દ્વારા નક્કી કરવામાં આવશે.

Read About Weather here

આ સાથે 14 મી ડિસેમ્બર, 2022 સુધીમાં પ્રથમ સત્ર પૂર્ણ થશે.દ્વિતીય શૈક્ષણિક સત્ર 15 મી ડિસેમ્બર, 2022 થી યુજી સેમ.4 અને 6 તથા પીજી સેમે.4 માટે પ્રારંભ થઇને 30 મી એપ્રિલ, 2023 સુધીનું રહેશે. જેમાં ટીચિંગ સહિત કામકાજમાં 106 દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે દ્વિતીય સ્તરમાં આંતરિક મૂલ્યાંકન માટેની વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરે માર્ચ-2023 સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. જેની તારીખ 23 મી માર્ચ, 2023 બાદ નક્કી કરવામાં આવશે. દ્વિતીય સત્ર તા.30/4/2023 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. બાદમાં તા. 1 લી મે, 2023 થી તા.14 મી જૂન 2023 સુધી 45 દિવસનું દિવાળી વેકેશન પડશે. નવું શૈક્ષણિક સત્ર 2023-24 તા. 15 મી જૂન, 2023થી ચાલુ થશે. વેકેશન દરમિયાન યુનિવર્સિટીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ દરમિયાન ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પરીક્ષા અંગેની તમામ ડ્યુટી બજાવવાની રહેશે તેમ અંતમાં શિક્ષણ વિભગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here