યુક્રેન પર હુમલાનો પાંચમો દિવસ LIVE

યુક્રેન પર હુમલાનો પાંચમો દિવસ LIVE
યુક્રેન પર હુમલાનો પાંચમો દિવસ LIVE
રાજધાની કીવના મેયરે ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસને જણાવ્યું હતું કે કીવથી બહાર નીકળવાના માર્ગો બંધ થઈ ચૂક્યા છે. રશિયન સેનાએ અમને ચારે તરફથી ઘેરી લીધા છે. અધિકારીઓનો દાવો છે કે રશિયાએ બેલારૂસથી યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરી છે. યુક્રેન પર રશિયાનું આક્રમણ સોમવારે પાંચમા દિવસે પણ જારી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યુ. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિપક્ષમાં 1 વોટ પડ્યો. ભારત, ચીન અને યુએઈએ ફરી એકવાર વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રશિયાએ પણ પોતાના અનેક સૈનિકો માર્યા ગયાનો સ્વીકાર કર્યો છે. જો કે હજુ સુધી કોઈ સંખ્યા જણાવી નથી.યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા જાહોર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના આક્રમણમાં અત્યાર સુધીમાં 352 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે.યુરોપિયન યુનિયન યુક્રેનને 45 કરોડ યુરોની કિંમતના હથિયારો આપશે. સ્વીડન 500 એન્ટી ટેન્ક મિસાઈલ યુક્રેન મોકલી રહ્યું છે. રશિયા માટે લગભગ સમગ્ર યુરોપની એરસ્પેસ બંધ થઈ ચૂકી છે.યુરોપિયન યુનિયનમાં રશિયન સેન્ટ્રલ બેંક સાથે લેવડદેવડ પર પ્રતિબંધ. રશિયાના ચલણ રૂબલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો.

યુક્રેને સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં રશિયા વિરુદ્ધ યુક્રેનના લોકોનાં નરસંહારની યોજના બનાવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો.બેલારૂસના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહ્યા છે.યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા જારી રહ્યા. યુક્રેને દાવો કર્યો છે કે અત્યાર સુધીની લડાઈમાં લગભગ 4300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે જ 145 ટેન્ક, 27 વિમાન અને 26 હેલિકોપ્ટરને નષ્ટ કરી દેવાયા છે.રશિયા અને યુક્રેનના ડેલિગેશન આજે રાત્રે વાતચીત કરશે. તસવીર સ્પષ્ટ નથી કે વાત કયા મુદ્દાઓ પર થશે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વાતચીત બેલારૂસ-યુક્રેન બોર્ડર પર થશે. બેલારૂસે અમને વિશ્વાસ આપ્યો છે કે વાતચીત દરમિયાન અમારા પર કોઈપણ પ્રકારનો હુમલો નહીં થાય.

મિસાઈલ, પ્લેન કે હેલિકોપ્ટર ત્યાં કોઈને ટારગેટ નહીં કરે. અમે બસ આ યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર કોઈપણ કિંમતે કબજો કરવા માગે છે. સીએનએનના એક રિપોર્ટ અનુસાર, પુતિને રશિયાની સ્પેશિયલ ડિટરન્સ ડિફેન્સ યુનિટને હાઈએલર્ટ પર રહેવા કહ્યું છે. દુનિયા માટે ચિંતાની વાત એ છે કે આ યુનિટ પરમાણુ હથિયારોથી સજ્જ છે. પુતિને આ આદેશ ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોડગ્યુને ટીવી મીટિંગમાં આપ્યું. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો આપણા દેશ અંગે ખૂબ આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. ડિટરન્સ યુનિટને હાઈએલર્ટ પર રાખો. શોડગ્યૂએ કહ્યું- યસ સર. રશિયા પર જે પ્રતિબંધો લગાવાઈ રહ્યા છે, એ સંપૂર્ણપણે ગેરકાયદે છે.યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકો યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં પ્રવેશી ચુક્યા છે અને ત્યા માર્ગો ઉપર લડાઈ થઈ રહી છે.

યુક્રેન ઉપર રશિયાએ ભીષણ હુમલા બાદ અહીં યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. નાટોને જવાબ આપતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા ઉપર પરમાણુ દળોને રવિવારે હાઈ એલર્ટ પર રહેવા આદેશ કર્યો હતો. બીજી બાજુ યુક્રેનના મીડિયા હાઉસ કીવ ઈન્ડિપેન્ડેન્ટ તથા ન્યૂયોર્ક ટાઈમ્સે તેમના અહેવાલમાં કહ્યું છે કે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓ બેલારુસ અને યુક્રેનને જોડતી સીમા પર વાતચીત કરવા માટે મળી રહ્યા છે.યુરોપિયન યુનિયન (EU)એ રશિયા ઉપરના પ્રતિબંધો વધુ કડક કર્યાં. EUના અધ્યક્ષનું કહેવું છે કે 27 સભ્યના આ સંગઠને રશિયાના વિમાનોની સેવા માટે પોતાના હવાઈ માર્ગો બંધ કર્યો છે.

આ ઉપરાંત રશિયાના સરકારી મીડિયા ચેનલોને પણ યુરોપમાં પ્રતિબંધિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. EUએ જણાવ્યું કે રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં હથિયારો મોકલવાનું વલણ જળવાઈ રહશે.યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની ઈમર્જન્સી મીટિંગ રવિવારે અને સોમવારની રાત્રે યોજાવા જઈ રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા યુક્રેન તથા રશિયા યુદ્ધ છે. ત્યારબાદ જનરલ એસેમ્બલીની પણ બેઠક યોજાશે. તેમા કુલ 193 દેશ ભાગ લેશે. પ્રોગ્રામ પ્રમાણે જનરલ એસેમ્બલીની બેઠક 24 કલાક ચાલશે, જનરલ એસેમ્બલીની બેઠક બોલાવવા માટે ઓછામાં ઓછા 9 સભ્યોનો પ્રસ્તાવ રજૂ કરવાનો હોય છે.બ્રિટનના વિદેશ પ્રધાન લિઝ ટ્રુસે એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમારી સરકાર બ્રિટન એવા નાગરિકોને મદદ કરશે કે જે યુક્રેન જઈને રશિયા સામે યુદ્ધમાં ભાગ લેવા ઈચ્છે છે.

જો રશિયા ઘુસણખોરી બંધ નહીં કરે તો તેના નેતાઓ અને મિલિટ્રી જનરલો ઉપર વોર ક્રાઈમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.બીજીબાજુ યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના 4,300 સૈનિકો માર્યા છે. આ ઉપરાંત યુક્રેને રશિયાની 146 ટેન્ક, 27 ફાઈટર જેટ અને 26 હેલિકોપ્ટર પણ નષ્ટ કર્યા છે.યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે સાંજે દાવો કર્યો હતો કે તેમના લશ્કરે ખાર્કીવ શહેર પર ફરી કબજો કરી લીધો છે અને અહીંથી રશિયાના સૈનિકો ભાગી ગયા છે. ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.

Read About Weather here

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર જેલેન્સ્કીએ પણ બેનેટ સાથે વાત કરી હતી. જેલેન્સ્કીએ બેનેટને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવા અપીલ કરી હતી. જો કે ઇઝરાયેલે હજુ સુધી સત્તાવાર રીતે મધ્યસ્થતા અંગે કોઇ નિવેદન આપ્યું નથી.બીજી બાજુ પોપ ફ્રાંસિસે કહ્યું છે કે યુક્રેનમાં માનવીય સંકટ સર્જાયું છે, માટે દેશને તાત્કાલિક મદદ કરવામાં આવે.આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here