સોમવારે બેલારૂસમાં થયેલી આ વાતચીતમાં યુદ્ધ વચ્ચેથી લોકોને બહાર કાઢવા માટે યુક્રેનમાં હ્યુમન કોરિડોર બનાવવા અંગે સહમતિ થઈ નથી. રશિયા અને યુક્રેનના યુદ્ધનો આજે 13મો દિવસ છે. આ દરમિયાન, સૌથી મોટું અપડેટ એ છે કે યુદ્ધવિરામ અંગે બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીતનું પરિણામ પણ શૂન્ય આવ્યું છે. આ દરમિયાન, યુક્રેને રશિયાના મેજર જનરલ વિટૈલી ગેરાસિમોવને મારી દીધાનો દાવો કર્યો છે. કીવ ઈન્ડિપેન્ડન્ટે યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટ્રીના ઈન્ટેલિજન્સ ચીફના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેના અનુસાર, ખાર્કીવ પાસે યુક્રેન અને રશિયાની સેના વચ્ચેના યુદ્ધમાં ગેરાસિમોવ માર્યા ગયા.યુક્રેન પર સતત રશિયન સેના દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે, જેમાંથી પોતાનો જીવ બચાવવા લોકો દેશ છોડી રહ્યા છે. તેમાં બાળકો, વૃદ્ધોથી લઈને બીમાર લોકો સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકાએ કહ્યું છે કે તેણે હજુ સુધી રશિયા પાસેથી તેલની આયાત રોકવા જેવો કોઈ નિર્ણય લીધો નથી.યુક્રેને સોમવારે કહ્યું હતું કે માર્કિવ બેકરી પર રશિયન હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા હતા.કિવમાં નાગરિકોને બહાર કાઢવા માટે બનાવવામાં આવેલા હ્યુમન કોરિડોર પર રશિયન હુમલામાં બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.રાજધાની કિવ સહિત મેરીયુપોલ અને વોલ્નોવાખામાં રશિયન હુમલા બાદ હજારો લોકો તેમના ઘર છોડી રહ્યા છે.બ્રિટને યુક્રેનના શરણાર્થીઓને વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.યુક્રેન યુદ્ધ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી શરુ થઈ ગઈ છે. જો કે રશિયા આ સુનાવણીમાં ભાગ લઈ રહ્યું નથી. આ સુનાવણી આજે અને કાલે બે દિવસ ચાલશે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
બીજી બાજુ રશિયાએ સંપૂર્ણ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવા માટે હ્યૂમન કોરિડોર બનાવવામાં આવશે. આ બીજી વખત છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ અગાઉ બે શહેરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું. જોકે રશિયાએ કેટલાક કલાકમાં જ તેને પૂરું કરી વ્યાપક પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા હતા. યુદ્ધવિરામ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં ત્રીજા દિવસે વાતચીત ચાલી રહી છે. બેલારુસના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.આ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ પહેલા અને 3 માર્ચના બીજા તબક્કાની વાત કરી હતી. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જો યુક્રેન રશિયાની શરતોનું પાલન કરે છે તો સૈન્ય કાર્યવાહીને અટકાવી દેવામાં આવશે. પેસ્કોવે કહ્યું કે યુક્રેનને કહેવામાં આવ્યું છે કે જો તેઓ શરતો માનવા માટે તૈયાર હોય તો સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવશે.
મોદીએ ઝેલેન્સ્કી અને પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી.તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ-ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો.યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં 38 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 71 બાળકો ઘાયલ થયા છે.
આ દાવો યુક્રેનના સંસદના માનવ અધિકાર કમિશનર લ્યુડમિલા ડેનિસોવાએ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકાના સાંસદો સાથે વાત કરતાં કહ્યું હતું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ બની જશે.ઝેલેન્સ્કીએ ખૂબ જ લાગણીશીલ રીતે કહ્યું હતું. ‘જો મદદ ન મળે તો તમે મને છેલ્લી વાર જીવતો જોતા હશો’. ત્યાર બાદ તરત જ અમેરિકા અને NATOએ યુક્રેનને મદદ કરવા માટે 17,000 એન્ટી-ટેન્ક મિસાઇલો અને અન્ય શસ્ત્રો મોકલ્યાં હતાં. આ તરફ રશિયાએ યુક્રેનને મદદ કરનાર દેશોને ધમકી આપી છે કે આમ કરીને તેઓ રશિયા સાથે યુદ્ધને આમંત્રણ આપી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર 50 મિનિટ સુધી વાત કરી છે.
Read About Weather here
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે લગભગ 35 મિનિટ સુધી વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રશિયાએ પાડોશી દેશોને ધમકી આપી હતી કે જો તેઓ યુક્રેનને એરક્રાફ્ટ કે અન્ય હથિયારો આપીને મદદ કરશે તો તેમને પણ યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં હવે અમેરિકન એક્સપ્રેસ કંપનીએ જાહેરાત કરી છે કે તે રશિયા અને બેલારુસમાં તેની કામગીરી બંધ કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- અમે યુદ્ધમાં લોકોની હત્યા કરનારાઓને માફ નહીં કરીએ. અમે યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોને ભૂલીશું નહીં.યુક્રેને કહ્યું- રશિયા દ્વારા બેલારુસની સરહદ પર બનાવવામાં આવેલ કોરિડોરથી લોકો બહાર જશે નહીં.પોલેન્ડે યુક્રેનને ફાઈટર પ્લેન આપવાનો ઈનકાર કરી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here