યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો વાઈરલ

યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો વાઈરલ
યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો વાઈરલ
રાષ્ટ્રપતિની ઓફિસની ટીમના ટોચના નેતાઓ અહીં છે. વડાપ્રધાન ડેનિસ શ્મિહા પણ અહીં છે. યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસ આ રહી. તમારા રાષ્ટ્રપતિ અહીં જ છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ બધાની વચ્ચે એવી અફવા વહેતી થઈ હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી દેશ છોડીને જતા રહ્યા છે. ત્યારે વ્લોદિમિર જેલેંસ્કીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશ બહાર પાડીને કહ્યું હતું કે હું, મારો પરિવાર અને મારી ટીમ યુક્રેનમાં જ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

અમે ક્યાંય જવાના નથી.બધાને, ગુડ ઈવનિંગ. પાર્ટીના તમામ નેતાઓ અહીં છે. આપણી સ્વતંત્રતાને બચાવવા માટે અમે બધા અહીં જ છીએ. યુક્રેનના બચાવનાર દરેક રક્ષક માટે અમને ગૌરવ છે.ગઈકાલે પણ જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકિય નુકસાન પહોંચાડવા માંગે છે. ઝેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે.

Read About Weather here

તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે…જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે. પરંતુ અમે ડરીશું નહીં. અમને કોઈ વાતનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમને અમારો દેશ બચાવવામાં ડર નથી, અમને રશિયાનો ડર નથી, અમે રશિયા સાથે વાતચીત કરવામાં પણ નથી ડરતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here