યાર્ડમાં મગફળીની 35 હજાર ગુણીની આવક

યાર્ડમાં મગફળીની 35 હજાર ગુણીની આવક
યાર્ડમાં મગફળીની 35 હજાર ગુણીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાત્રે મગફળી માટે દરવાજા ખોલાતા 35,000 ગુણી મગફળી અને આજે 200 ભારી સૂકા મરચાની આવક થઈ હતી. માવઠાની શક્યતા હોવાથી યાર્ડ દ્વારા અગાઉથી જ માલ ઢાંકીને રાખવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી. જો કે ખેડૂતોએ પણ આ આગાહીને ધ્યાને રાખીને વધુ માલ લઈને આવવાનું ટાળ્યું હતું. આજે એક મણ મગફળીનો ભાવ 1080થી 1350 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે ગોંડલ ચોકડીએ એક બાજુનો રોડ ખૂલ્લો મૂકાતા ટ્રાફિકમાંથી રાહત મળશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ યાર્ડમાં ગઈકાલે રાતે મગફળીની આવક માટે દરવાજા ખોલાતા 200 વાહનોમાંથી માલ ઠલવાયો હતો. મગફળી જાડીની આવક 4000 ક્વિન્ટલ અને ભાવ 1080થી 1350 તેમજ મગફળી ઝીણીની 6500 ક્વિન્ટલ અને ભાવ 1080થી 1200 જોવા મળ્યા હતા. ખેડૂતોનો માલ ન બગડે તે માટે પ્લેટફોર્મ ઉપર ઉતારવા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે સાથે માલ ઢાંકીને લાવવા કહેવાયું હતું.

Read About Weather here

માર્કેટ યાર્ડના અતુલ કામાણીએ જણાવ્યું છે કે, માવઠાની આગાહીને ધ્યાનમાં રાખી યાર્ડે તૈયારી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. વરસાદ સામે રક્ષણ મેળવવા યાર્ડમાં મગફળીના ઢગલા અને ગુણીઓ પર પ્લાસ્ટિક અને તાલપત્રી ઢાંકવામાં આવી છે. હાલ 20 હજાર ગુણી મગફળી ખુલ્લા ગ્રાઉન્ડમાં પડી છે. જેમાંથી 10 હજાર ગુણીનો વેપાર થઈ ગયો છે. જ્યારે 10 હજાર ગુણી આજ સાંજ સુધીમાં વરસાદ આવે તો પલળવાની ભીતિ સેવાઇ રહી છે. પરંતુ તેને પ્લાસ્ટિક કે તાલપત્રીથી ઢાંકી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here