યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન, બાજુના ખેતરો ભાડે રાખવા ફરજ પડી
એક મણ ડુંગળીનો ભાવ 80થી 490 રૂપિયા સુધી બોલાયો: સૌરાષ્ટ્રભરમાંથી 1500થી વધુ ખેડૂતો ડુંગળી વેચવા આવ્યા
આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ આજે ડુંગળની થયેલી રેકોર્ડબ્રેક આવકથી ટૂંકુ પડ્યું છે. એક જ દિવસમાં આશરે 2 લાખ કટ્ટા ટુંગળીની આવક થતા બાજુના ખેતરો ભાડે રાખવા પડ્યા છે.
તેમજ યાર્ડની બંને બાજુ 6-6 કિલોમીટર લાંબી ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી છે. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર અંદાજે 1500થી વધુ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. ડુંગળીની આવક વધુ થતા યાર્ડના સત્તાધિશોને બાજુના ખેતરો ભાડે રાખવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રભરમાંથી 1500થી વધુ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
એક મણ ડુંગળીનો ભાવ 80થી 490 રૂપિયા સુધી બોલાયો છે. ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતના આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીના સારા ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળે છે.
Read About Weather here
આથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં ડુંગળી વેચવા માટે પ્રાથમિકતા દાખવે છે. આ વર્ષે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here