યાર્ડમાં જીરુંના હાઈએસ્ટ ભાવ રૂ. 5200ની સપાટી કુદાવી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બુધવારે બેડી યાર્ડમાં જીરુંના ભાવે રૂ. 5200ની સપાટી કુદાવી હતી. એક મણ જીરુંનો ભાવ રૂ. 5250 રહ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ભાવ છે. જીરુંનો ઓલટાઈમ ભાવ હાઈ રહેતા ખેતીથી લઇને સ્થાનિક બજારમાં તેની અસર જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

વાતાવરણને કારણે આ વખતે ગુજરાતમાં 30 ટકા ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના છે. જ્યારે રાજસ્થાનમાં ઉત્પાદનની ટકાવારી 95 ટકા રહે તેવું ચિત્ર હાલમાં છે. જોકે છેલ્લા ત્રણ વર્ષનું ભારતમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ દૈનિક 20 હજાર બોરીનું રહ્યું છે.

Read About Weather here

ઉત્પાદન ઓછું હોવાને કારણે ડિમાન્ડની સામે સપ્લાય ઓછી રહે અને 10 લાખ બોરીની ઘટ રહે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. જીરુંનો ભાવ વધતા એડવાન્સમાં ખરીદી થવા લાગી છે. આમ, આગોતરા વાવેતર બાદ હવે આગોતરા વેપાર પણ થવા લાગ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here