જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં થોડા સમયથી ગુજરાત ગેસ કંપનીની અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈનની બિછાવવાની કામગીરીનું ચાલી રહી છે. તેમાં કંપનીના ઈજનેર તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાણીના સમ્પથી ગામમાં પીવાના પાણી આપવામાં માટેની મુખ્ય પાઈપ લાઇન તૂટી જતાં યાત્રાધામ ત્રણ દિવસથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
હાલ વેકેશનનો માહોલમાં યાત્રાધામમાં દૈનિક હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય તે તમામને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ ઉનાળાની મૌસમમાં સામાન્ય દિવસો કરતા પાણીનો વપરાશ વધુ હોવાથી સ્થાનિકોને પણ પાણીના એક બેડા માટે વન વગડા ખૂંદવાનો વારો આવ્યો છે.
Read About Weather here
પાણીની લાઈન બાજુ જ ગેસની લાઈન નાખવા પૂર્વે સર્વે કર્યો કે નથી કર્યો તે અંગે ઈજનેર યોગેશ કાપડિયાને પૂછતાં તેઓએ પ્રથમ ગામના આગેવાનોને કહેવાથી અને ત્યારબાદ પંચાયતના કહેવાથી ગેસની લાઈનની દિશા બદલી હોવાનું જણાવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here