મુંબઈ ખાતે ‘રીજીયોનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ’ માં સ્પીકર તરીકે આપી હાજરી
મુંબઈ ખાતે રીજીયોનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સમાં સ્પીકર તરીકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ OTP ફીડબેક આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમ પર વક્તવ્ય આપ્યું હતું. જીતેન્દ્રસિંહ (મંત્રી, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઉપસ્થિતિમાં રાજકોટ મનપાની ભરપૂર સરાહના કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ, ભારત સરકાર અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્તરીતે તા.23 અને 24 ના રોજ મુંબઇ ખાતે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઉપસ્થિતિમાં ઇ-ગવર્નન્સ રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ રાજકોટમાં મનપા દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઓટીપી અને ફીડબેક આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમ વિશે પ્રેઝન્ટેશન સાથે સ્પીચ આપી હતી, જેની ઉપસ્થિત સૌએ ભરપૂર સરાહના કરી હતી. આ રિજિયોનલ કોન્ફરન્સમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાને વિશેષ નિમંત્રણ મળ્યું હતું, જે અનુસંધાને તેઓ ગઈકાલે આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
Read About Weather here
ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ વિવિધ રાજ્યોમાં ઈ-સર્વિસીસ ડીલીવરી વિષય પર યોજાયેલા સેશનમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકાને OTP એન્ડ ફીડબેક બેઝડ જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમના સફળ અમલીકરણ માટે પ્રાપ્ત થયેલ એવોર્ડ અંગે જાણકારી આપવાની સાથોસાથ આ વિષય પર સંબોધન કરતા આ સિસ્ટમ વિશે માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here