મોરબી રોડ પર ખાડામાં પડી જતા એકનું મોત, જવાબદારી કોની?: મહેશ રાજપૂત

મોરબી રોડ પર ખાડામાં પડી જતા એકનું મોત, જવાબદારી કોની?: મહેશ રાજપૂત
મોરબી રોડ પર ખાડામાં પડી જતા એકનું મોત, જવાબદારી કોની?: મહેશ રાજપૂત

મેઘરાજાએ મનપા તંત્રની પોલ ખોલી નાખી: કોંગ્રેસ
શહેર કોંગ્રેસ દ્વારા મેયરનાં વોર્ડમાં ‘ખાડા બુરો’ અભિયાન યોજાયું
શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
મહાનગરપાલિકાનું તંત્ર ખાડા બુરવામાં નિષ્ફળ નીવડ્યું: ભાનુબેન સોરાણી(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહાનગરપાલિકાના મેયર પ્રદીપભાઈ ડવના વોર્ડ નં.12 માં પુનીત નગર 80 ફૂટ રોડ પર ખોડલ ચોક ખાતે ખાડા બુરો અભિયાન યોજવામાં આવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

તે સ્થળે ખાડાની અંદર પાવડો નાખતા જોવા મળ્યું હતું કે 1 થી 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયેલા છે શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે

ત્યારે મહાનગરપાલિકાના તંત્રની પ્રિમોનસુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી છે તેમજ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય તે ફક્તને ફક્ત કાગળ ઉપર કરેલી સ્પષ્ટ દેખાય છે

તેમજ જે ડ્યુરીંગ મોન્સુન કામગીરી કરવાની થતી હોય તે કામગીરી પણ મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા ઉદાસીનતાથી કરવામાં આવે છે અને કોઈ જ કામગીરી નક્કર રીતે કરેલી દેખાતી નથી. તેમ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.

શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે

ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાન

માં વોર્ડ નં.12ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજે પુનીતનગર 80 ફૂટ મેઈન રોડ પરના ખોડલ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે.

પ્રદીપભાઈ ત્રિવેદી, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, આઈ.ટી.સેલ ના ઝોન ઇન્ચાર્જ ભાર્ગવભાઈ પઢીયાર,

વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા આગેવાનો અજીતભાઈ વાંક, મનીષભાઈ વાગડિયા, ધીરુભાઈ સંઘાણી, છગનભાઈ ગજેરા, ગોપાલભાઈ ભરવાડ,

લાખાભાઈ ભરવાડ, અજીતસિંહ જાડેજા, સંદીપભાઈ ભંડેરી, ગિરજાશંકર દવે, જયેશભાઈ ખુંટ, અશોકભાઈ મારકણા તેમજ સુરેશભાઈ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો

Read About Weather here

કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.12 ખાતે કરવામાં આવેલ હતું તેવું મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here