વેન્ટિલેટર ઉપર રહેલી 2 વર્ષની બાળા માટે તાત્કાલિક 5 બોટલ લોહી એકત્ર કરાયું
મોરબી : દુનિયામાં દરેક વસ્તુ પૈસા આપી કે અન્ય કોઈ રીતે મેળવી શકાય છે પરંતુ લોહી એક જ એવી વસ્તુ છે કે જે કોઈ મશીનરી પણ બનાવી શકતું નથી. તે માત્રને માત્ર મનુષ્યના શરીરમાં બને છે.
કોઇપણ વ્યક્તિના જીવનમાં કોઈ અકસ્માતને પરિણામે લોહીની જરૂરીયાત ઉદભવે છે. તેને પરિણામે રાજ્યભરમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ ચલાવવામાં આવે છે અને જરૂરિયાત પડતા સંસ્થા દ્વારા લોહી પહોંચાડવામાં આવતું હોય છે. આવું જ એક માનવતા ભર્યું કામ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Saurashtra Kranti E-Paper here
વેન્ટિલેટર ઉપર રહેલી 2 વર્ષની બાળા માટે તાત્કાલિક 5 બોટલ લોહી એકત્ર કરી માનવતા મહેકાવતું મોરબીનું ત્રણ વર્ષથી લોહીમાં છે માનવતાના સૂત્ર સાથે 500 રક્તદાતાઓનું ગ્રુપ યંગ ઇન્ડિયા ચલાવે છે.
ત્યારે 500 જેટલા રક્તદાતાઓનું છેલ્લા ત્રણ વર્ષથી એક અનોખું ગ્રુપ યંગ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે અને લોકોને જરૂરિયાતના સમયમાં તાત્કાલિક લોહી પૂરું પાડી લોહીમાં છે માનવતાને સાર્થક કરે છે.
મોરબીમાં કચ્છની એક 2 વર્ષની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરતા તેમની તબિયત નાજુક હોવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી અને તેને તાત્કાલિક 5 બોટલ રક્તની જરૂર પડી હતી.
Read About Weather here
આથી મોરબીના સેવા કાર્યોમાં અગ્રેસર યંગ ઇન્ડિયા ગ્રૂપનો સપર્ક કરતા તાત્કાલિક તેમને 5 બોટલ રક્ત એકત્રિત કરી આપ્યું હતું અને માનવતા મહેકાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here