મોબાઈલને કારણે બાળકો બોલતા મોડુ શીખે છે…!

મોબાઈલને કારણે બાળકો બોલતા મોડુ શીખે છે…!
મોબાઈલને કારણે બાળકો બોલતા મોડુ શીખે છે…!
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બાળરોગ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં એવું જાહેર થયું છે કે માસુમ બાળકોને મોબાઈલના વળગણથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થઇ રહી છે. મોબાઈલની શોધ વખતે તેનો આવિષ્કાર કરનાર માર્ટિન કપૂરને 5 દાયકા અગાઉ એવો અંદાજ પણ નહીં હોય કે તેની આ શોધ જીવનશૈલીમાં પણ બહુ મોટો પ્રભાવ પાડશે. આજે તેમાં થયેલા એક સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે, મોબાઈલ ફોનને કારણે બાળકો મોડેથી બોલતા શીખી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકો મોડેથી બોલવાનું શીખી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ પ્રમાણ ચોંકાવનારી હદે વધી રહ્યું છે. અગાઉ બાળક બે વર્ષનું થાય ત્યારે બોલવાનું શીખી લેતું હતું પરંતુ હવે સંપૂર્ણપણે બોલવાની ક્ષમતા મળવામાં ચાર થી પાંચ વર્ષ લાગવા માંડ્યા છે. હોસ્પિટલમાં ચારથી પાંચ વર્ષના બાળકો પણ સંપૂર્ણ બોલતા શીખ્યા ન હોય અને મોટાભાગના શબ્દોના ઉચ્ચારણ કરી શકતા ન હોય તેની સંખ્યામાં મોટી વૃધ્ધિ માલુમ પડી છે.

Read About Weather here

તબીબોનાં કહેવા પ્રમાણે ચાર-ચાર વર્ષના બાળકો સંપૂર્ણ બોલી શકતા ન હોવાનાં કેસો સામે આવતા સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં એવું માલુમ પડ્યું છે કે, માસુમ વયે જ બાળકોને મોબાઈલ આપવામાં આવતા હોવાથી તેઓની બોલવાની ક્ષમતા પ્રભાવિત થઇ છે. 400 બાળકો ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું.400માંથી 200 બાળકો નોર્મલ વયે બોલતા શીખી હોય તેવા હતા જ્યારે બોલવામાં તકલીફ હોય તેવા અન્ય 200 બાળકોને સંશોધનાં સામેલ કરવામાં આવ્યા હતા એકથી દોઢ વર્ષની ઉંમરના બાળકોને વધુ વખત મોબાઈલ આપવામાં આવ્યા હોય અને જેઓએ વધુ મોબાઈલ વીડિયોની નિહાળ્યા હોય તેને સંપૂર્ણ બોલવાની ક્ષમતા ધરાવવામાં બેને બદલે ચારથી પાંચ વર્ષ લાગી ગયા હતા.. તેના આધારે એવું તારણ નીકળ્યું હતું કે જે બાળકો બોલતા મોડુ શીખ્યા હોય તે પાછળનું કારણ મોબાઈલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here