મોનિકાએ તક ગુમાવી…!

મોનિકાએ તક ગુમાવી…!
મોનિકાએ તક ગુમાવી…!
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું કે એક ગેરસમજને કારણે ‘કરન અર્જુન’ જેવી ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. ખરેખર, મોનિકા એક પાર્ટીમાં ફિલ્મમેકર રાકેશ રોશનને મળી હતી. એક્ટ્રેસ મોનિકા બેદીનું જીવન હંમેશા વિવાદોથી ભરેલું રહ્યું છે. અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથેના તમના સંબંધોથી લઈને જેલ જવા સુધી એક્ટ્રેસનું જીવન વિવાદોથી ભરેલું છે. જોકે મોનિકાને શરૂઆતના સમયમાં સારી ફિલ્મોની ઓફર પણ આવી હતી.રાકેશ મોનિકાને તેમનું વિઝિટિંગ કાર્ડ આપે છે. મોનિકાને ત્યાં સુધી ખબર ન હતી કે રાકેશ રોશન એક અભિનેતા હોવાની સાથે-સાથે ફિલ્મ નિર્માતા પણ છે. મોનિકાને શંકા ગઈ કે એક અભિનેતા શા માટે તેમને પોતાની પાસે બોલાવવા માગે છે.

Read About Weather here

આ વિચારીને તેમણે રાકેશ રોશનનું કાર્ડ ફાડીને ફેંકી દીધું.રાકેશ રોશને મોનિકાને કાર્ડ આપીને મળવા બોલાવી હતી સિદ્ધાર્થ કાનન સાથેના ઇન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું, હું રાકેશ રોશનને પહેલીવાર સુભાષ ઘાઈની હોળી પાર્ટીમાં મળી હતી. તે પાર્ટીમાં મને મળવા આવ્યા હતા. મેં તેમની કેટલીક ફિલ્મો જોઈ હતી.મને લાગ્યું કે તે માત્ર એક અભિનેતા છે. મને ખબર ન હતી કે તે નિર્માતા-નિર્દેશક પણ છે. તેમણે મારી સાથે વાત કરી.

મોનિકાએ તક ગુમાવી…! મોનિકા
મોનિકાએ તક ગુમાવી…! મોનિકા

તેમણે મને તેમનું કાર્ડ આપ્યું અને કહ્યું કે આવતીકાલે મને મળવા આવ. મોનિકાએ કહ્યું કે તેમને શંકા ગઈ કે રાકેશ રોશન તેમને તેમનું કાર્ડ કેમ આપ્યું છે. મોનિકા વધારેમાં કહે છે કે મને લાગ્યું કે તેઓ એક એક્ટર છે. હું તેમના બોલાવવાનો અર્થ સમજી શકી નહીં. આ વિચારીને મેં તેમનું કાર્ડ ફાડીને ફેંકી દીધું. થોડા મહિના પછી મારા મેનેજરે કહ્યું કે તમે રાકેશ રોશનને મળવા કેમ ન ગયા. તેઓ ‘કરણ અર્જુન’ નામની ફિલ્મ બનાવે છે અને તેઓ તમને સલમાન ખાનની સામે કાસ્ટ કરવા માગતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જે રોલ મોનિકાને આપવાનો હતો તે પછીથી મમતા કુલકર્ણી પાસે ગયો.મોનિકા બેદી પાસેથી બીજી તક સરકી ગઈ હતી. તે દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર હતા જેમણે બોલિવૂડમાં મોનિકાને શોધી કાઢી હતી. મોનિકાએ કહ્યું, મનોજ કુમાર તેમના પુત્ર સાથે ફિલ્મ બનાવી રહ્યા હતા.તે સમયે હું કથક શીખતી હતી. તેઓ મને અને મારી માતાને મારા ડાન્સ ટીચર દ્વારા મળ્યા હતા. તેમણે મારી માતાને કહ્યું, હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, શું તમે તમારી દીકરીને તેમાં કામ કરવા દેશો? આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here