મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનમાં આગ

મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનમાં આગ
મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનમાં આગ
અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. મોડાસા પાસે આવેલા આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા છે.એને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.મળતી વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

અકસ્માત બાદ ત્રણેય વાહનો આગની લપેટમાં આવી ગયા

એ બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા હોવાની આશંકા છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

અકસ્માતમાં ભડથું થઈ ગયેલા મૃતદેહની તસવીર

Read About Weather here

અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.ઘટના વિશે જણાવતા RTO અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ વાહન વચ્ચેની અકસ્માતમાં એક વાહનની અંદર એક્સપ્લોઝિવ કેમિકલના કારણે આગ લાગી હતી. હાલમાં ક્રેનથી વાહનને ખેંચીને આગ પર કન્ટ્રોલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.જેમાં એક વાહનના ડ્રાઈવર કૂદી જતા બચી ગયા છે, જ્યારે સામેવાળા વાહનમાં ડ્રાઈવર અને કંડક્ટરમાંથી એકનું મૃત્યું થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here