વહેલી સવારે વિકરાળ આગ લાગતાં ફાયરની ટીમ 4 ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક નજીક આવેલા હર્ષદ ફર્નિચર માર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે હાલ આગ આંશિક કાબુમાં આવી છે. સતત 5 ફાયર ફાયટરો દ્વારા બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
હજી પણ એક- દોઢ કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ શકશે.ફર્નિચરના ગોડાઉનમાં લાકડા વધુ રાખેલા હોવાથી આગને લઇને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ અંગે ફર્નિચરના ગોડાઉનના મેનેજર અબ્દુલ ભાઈનું કહેવું છે કે, ગોડાઉનની બાજુમાં રહેવાસીઓ વારંવાર કચરો નાખીને સળગાવતા હોવાના લીધે આગ લાગી છે. આગની ઘટનાને લઈને લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.હાલ આગને પગલે કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી.
Read About Weather here
આગને કારણે આસપાસના વિસ્તારો તથા ગોડાઉનમાં પણ આગ ફેલાય તેવી શક્યતાને જોતા ફાયર વિભાગ દ્વારા હાલ તો આસપાસ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું ફર્નિચર બળીને રાખ થઈ ગયું હતું. જોકે આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ગોડાઉનમાં પડેલો ફર્નિચરનો માલસામાન સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયો હતો. જેને લઇને ભારે આર્થિક નુકસાની થવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here