મોટા વડાલાના પાંજરાપોળના લાભાર્થે શનિવારે યોજાશે ‘હાસ્ય દરબાર’ કાર્યક્રમ

મોટા વડાલાના પાંજરાપોળના લાભાર્થે શનિવારે યોજાશે ‘હાસ્ય દરબાર’ કાર્યક્રમ
મોટા વડાલાના પાંજરાપોળના લાભાર્થે શનિવારે યોજાશે ‘હાસ્ય દરબાર’ કાર્યક્રમ
પત્રકાર પરિષદમાં માહિતી આપતા પ્રતિક સંઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 36 વર્ષોથી મોટા વડાલા ગામ ખાતે જીવદયાના સ્વરૂપમાં પાંજરાપોળમાં ચાલી રહ્યું છે. હાલમાં આશરે 600 જીવો શાતા પામી રહ્યા છે. કતલખાને ધકેલાતા, ભાંભરડા નાંખતી ગૌમાતા ગૌવંશ-અબોલ જીવોના આક્રંદને સધિયારો આપવાના કાયમી મહાયજ્ઞ મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટના માધ્યમથી સતત સેવારત છે ત્યારે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ પાસે કોઇ કાયમી આવકનું સાધન નથી, માળખાકીય સુવિધા માટે પણ અત્યંત ટાંચા સાધનો છે.

Visit Saurashtra Kranti Homepage here

મોંઘવારી, કારમા સમયમાં મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટની ખૂબ જ નબળી આર્થિક સ્થિતી છે, ત્યારે આ માટે દાતાઓ, સરકાર, પ.પૂ.ધર્મધરો, ગૌપ્રેમી રક્ષકો, ધર્મપ્રેમીઓને હાથજોડી, અંતરની આજીજીભરી વિનંતી કે, ગાય માતાના ઉના ઉના નિસાસા ટાળવા આજથી નહીં અત્યારથી જ અને એની આંતરડી ઠારવા માટે વ્યવસ્થા કરવી પડશે, કારણ એની સાચી અને તાતી જરૂરીયાત અત્યારે જ છે.મોટા વડાલા ગૌ સવા રાહત ટ્રસ્ટ, મોટા વડાલા પાંજરાપોળ ખાતે ધર્મેન્દ્રભાઈ ભૂપતરાય મહેતા સ્મરણાર્થે, હસ્તે લક્ષ્મીચંદ જેઠાભાઈ મહેતા પરિવાર (પડધરીવાળા) તરફથી ઘાસનું વિશાળ કોઠાર બનાવી આપવામાં આવ્યું છે, ગજરાબેન કાંતિલાલ નેમચંદ શાહ પરિવાર (પડધરીવાળા) તરફથી રોટલા ઘર બનાવી આપવામાં આવ્યું છે, સંસ્થાપક મનસુખલાલ ધનજીભાઇ વોરા અને માતા પુષ્પાબેન વોરાના સ્મરણાર્થે ગાયમાતા માટે શેડનું બાંધકામ કરી આપેલ છે.

આ શુભ પ્રસંગને નિમિત બનાવીને તા.7 શનિવારે, બપોરે 4:30 થી રાત્રે 11 વાગ્યા સુધી મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ, કાલાવડ રોડ, મોટા વડાલા ગામ ખાતે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ તથા જગદીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત સૌ જીવદયા પ્રેમીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓને પોતાની આગવી શૈલીમાં રસતરબોળ કરશે. ઉપસ્થિત મહેમાનો, જીવદયા પ્રેમીઓ સૌ ગૌભકતો માટે પાંજરાપોળ ખાતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી તરીકે લક્ષ્મીચંદ જેઠાભાઇ મહેતા પરિવાર (પડધરીવાળા), (ભાભા હોટલ ગ્રુપ, રાજકોટ)નો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમના માનવંતા મહેમાનો રાઘવજીભાઇ પટેલ (કૃષિ મંત્રી, ગુજરાત સરકાર), મેઘજીભાઇ ચાવડા (કાલાવડ તાલુકા ધારાસભ્ય), ડો. વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) ઉપસ્થિત રહેશે. મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટની અંદાજે 500 અબોલ જીવોને સ્થાના આર્થિક સંક્ટના સમયમાં સંસ્થાને બચાવી લેવા અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશેષ માહિતી માટે લલીતચંદ્ર સૌભાગ્યચંદ વોરા, વિજયકુમાર મહેતા-રાજકોટ, દીપકભાઇ મહેતા (મો. (3733 63639), રજનીકાંત વોરા, મંગલમ ક્ધસલટન્સી, કલ્યાણ મંદિર પાસે, જામનગર, (મો. 94094 11306) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. પાંજરાપોળ ખાતે સીધો ઘાસચારો મોકલાવી શકાય છે. મોટા વડાલા પાંજરાપોળ, મું. મોટા વડાલા-361 162, તા. કાલાવડ (શીતલા), જી. જામનગર, ઘાસનું વિશાળ કોઠાર, રોટલા ઘર, ગાયો માટેના શેડની નામકરણ વિધીના તથા કાર્યક્રમ તથા સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ તથા જગદીશભાઈ ત્રિવેદીનો ‘હાસ્ય દરબાર’ કાર્યક્રમમાં સહ પરિવાર, મિત્રવર્તુળ સહિત પધારવા ટ્રસ્ટી મંડળ તથા કાર્યકરો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here