મોઈન અલીની શાનદાર ઈનિંગ…!

મોઈન અલીની શાનદાર ઈનિંગ…!
મોઈન અલીની શાનદાર ઈનિંગ…!
ઋતુરાજ ગાયકવાડના વહેલા આઉટ થયા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા મોઈન અલીએ રાજસ્થાનના બોલરોને એક પછી એક રીતસરના ધોઈ નાખ્યા હતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મોઈન અલીએ રાજસ્થાનના બોલરો પર તબાહી મચાવી હતી.પોતાની પહેલી બે ઓવરમાં માત્ર 14 રન આપીને ગાયકવાડની વિકેટ લેનાર ટ્રેન્ટ બાઉલ્ટને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં મોઈન દ્વારા એવી રીતે ફટકાબાજી કરવામાં આવી હતી કે બધા જોઈને દંગ રહી ગયા. મોઈને બોલ્ટની ઓવરના દરેક બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. આવો તમને જણાવીએ કે એક ઓવરમાં 26 રન કેવી રીતે બન્યા.

Visit Saurashtra Kranti Homepage here

મોઈન અલીએ રાજસ્થાન વિરુદ્ધ IPL 2022ની બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

પ્રથમ બોલ: સિક્સ! બોલ્ટે અંદરની તરફ ફેંક્યો, મોઈન અલી તેને શાનદાર રીતે પિક કર્યો અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ તેના કાંડાના ઉપયોગથી સીધી સિક્સર ફટકારી દીધી.બીજો બોલ: ચોગ્ગો! બોલ્ટે ફરી એકવાર ઓવર પિચ બોલ ફેંક્યો. મોઈને તેના બોક્સમાંથી ફરી એક પીકઅપ શોટ રમ્યો અને મિડવિકેટ તરફ બેસ્ટ ટાઈમિંગ સાથે બાઉન્ડ્રી મેળવી. આ શોટ એટલો અદભૂત હતો કે ઇયાન બિશપે તેને માસ્ટર ક્લાસ શોટ ગણાવ્યો.ત્રીજો બોલ: ચોગ્ગો! આ વખતે બોલ્ટે ધીમી ગતિએ બોલ ફેંક્યો. જોકે બોલ અટક્યા વિના બેટ પર આવ્યો અને મોઈને ફ્લિક શોટ રમ્યો. મોઈનને લાગતું હતું કે આ શોટ પર માત્ર બે રન જ હશે, પરંતુ ટાઈમિંગ એટલો સારો હતો કે તેને મિડવિકેટ તરફ ફોર મળી.

મોઈને IPL કરિયરની છઠ્ઠી ફિફ્ટી ફટકારી

ચોથો બોલ: ચોગ્ગો! બચવા માટેની શોધમાં, બોલ્ટે મોઈન અલીને શોર્ટ બોલ ફેંક્યો. અલી પહેલાથી જ લેન્થનો ખ્યાલ આવી ગયો અને પાછળ હટીને શોર્ટ થર્ડ મેન તરફ બોલને સ્લાઈસ કરી દીધો. આ ચોગ્ગા સાથે મોઇને પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.પાંચમો બોલ: ચોગ્ગો! બોલ્ટનો બોલ શોર્ટ અને વાઈડ હતો. ખતરનાક દેખાતા મોઈને તે બોલને બેકવર્ડ પોઈન્ટ તરફ પૂરી તાકાતથી રમીને બીજી બાઉન્ડ્રી લીધી.છઠ્ઠો બોલ: ચોગ્ગો! આ બોલ ફુલ લેન્થનો હતો પરંતુ મોઈને તેને મિડ-ઓફ તરફ ફાઈન ડ્રાઈવ વડે બાઉન્ડ્રી ફટકારી હતી.

Read About Weather here

બોલ્ટની આ ઓવર પૂરી થઈ પરંતુ મોઈને તેમાં 26 રન ઉમેર્યા.મોઇને રાજસ્થાન સામે સર્વશ્રેષ્ઠ રમત બતાવતા આ IPLની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી, તેણે 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પહેલા પેટ કમિન્સે મુંબઈ સામે 14 બોલમાં ફિફ્ટી બનાવી હતી. મોઈન અલીની ઘાતક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 20 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 150 રન હતો જેમાં 93 રન એકલા મોઈન અલીના હતા.ઇનિંગની 20મી ઓવરમાં મોઈન 57 બોલમાં 93 રન બનાવીને ઓબેદ મેકકોયના હાથે આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here