મોંઘવારી છે જ નહી…?

મોંઘવારી છે જ નહી…?
મોંઘવારી છે જ નહી…?
જથ્થાબંધ ભાવ અને બજારમાં ગ્રાહકો માટેના રીટેલ ભાવ વચ્ચે જે મોટો તફાવત છે અને જે રીતે લોકોને માટે મોંઘવારીનો બોજો જરાપણ હળવો થયો નથી તે નિશ્ચિત થયું છે. દેશમાં ટમેટાથી લઈને તમામ શાકભાજીના ભાવ આસમાને છે અને ખાદ્યતેલના ભાવ પણ સતત વધી રહ્યા છે તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી અને શૈક્ષણિકથી લઈને તમામ ચીજોના ભાવ આસમાને છે તે સમયે સરકારી આંકડાફ મુજબ જથ્થાબંધ મોંઘવારી ઘટીને માઈનસ 4.12% નોંધાઈ છે.

Read About Weather here

સરકાર દ્વારા આજે જથ્થાબંધ ફુગાવાના જૂન માસના આંકડા જાહેર થયા હતા અને તેમાં જણાવાયું છે કે ખાદ્ય પદાર્થો ઈંધણ અને અન્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થયો છે જેના કારણે છુટક ફુગાવો માઈનસ 4.12% નોંધાયા છે.

ગત વર્ષ જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો 16.23% હતો અને તે જે બાદમાં આ વર્ષના પ્રારંભથી ઘટાડો થતા તે માઈનસમાં પહોંચી ગયો હતો અને સરકારના દાવા મુજબ ખનીજ તેલ- ખાદ્ય ઉત્પાદનો મુળ ધાતુઓ કાચા પેટ્રોલિયમ પેદાશો કુદરતી ગેસ અને વસ્ત્રોની કિંમતમાં ઘટાડો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજ રીતે ખાદ્યતેલના ભાવ છુટક બજારમાં વધ્યા છે. દાળ-અનાજના ભાવમાં પણ વધારો થયો છે અને હવે ખાદ્યતેલના ભાવમાં થયેલો વધારો તમામ બજેટને બગાડી રહ્યા છે અને ખાસ કરીને આ ભાવમાં પણ જથ્થાબંધ માર્કેટમાં ભાવ ઉંચા ગયા છે અને છુટક ભાવ તો આસમાનથી પણ ઉંચા નોંધાયા છે.જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના નીચા ભાવ અને ભારતને રશિયન સસ્તી ખરીદી છતા પણ ગ્રાહકોને તેનો લાભ મળ્યો નથી અને પેટ્રોલ-ડિઝલના ભાવ યથાવત રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here