આ આખી ઘટનાનો એક મુસાફરે વીડિયો બનાવી લીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દિલ્હી મેટ્રોની અંદર મુસાફરોની વચ્ચે એક છોકરાં અને છોકરી વચ્ચે નાનકડી એવી બાબતને લઈને જોરદાર ઝઘડો થઈ ગયો હતો. આ મામલો એટલો ગરમ થઈ ગયો કે છોકરીએ છોકરાંને ધડાધડ લાફા ઝીંકી દીધા હતા. તો ચાલો જાણીએ એવી તો શું વાત હતી, કે છોકરીએ છોકરાં પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ બંને વચ્ચેના ઝઘડાંનું કારણ એક બ્રાન્ડેડ ટી-શર્ટ હતું. આ બંને વચ્ચે ટી-શર્ટની કિંમતને લઈને ઝઘડો થયો હતો. છોકરીએ ટી-શર્ટની કિંમત 1,000 રૂપિયા જણાવી હતી તો તેના જવાબમાં છોકરાએ કહ્યું, કે ‘આ ટી-શર્ટની કિંમત 150થી વધુ નહીં હોય!’ આ વાત સાંભળતાં જ છોકરીએ છોકરાં પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો હતો. છોકરો બોલ્યો, ‘હાથ ન ઉપાડ, ઠીક છે!’ છોકરી લાફો મારીને બીજી તરફ જઈ રહી હોય છે ત્યારે છોકરો કહે છે, ‘ચાલ, નીકળ અહીંથી…’ છોકરી પાછળ ફરીને કહે છે, ‘લોકો જોઈ રહ્યાં છે…હું ઈજ્જત કરી રહી છું એટલે કંઈ કરી રહી નથી…ચુપ થઈ જા નહિંતર ફરીથી મારીશ.’
Read About Weather here
આમ, બોલતાં-બોલતાં પણ તેણે છોકરાંને 3-4 લાફા ઝીંકી દીધા.છોકરાએ કહ્યું, ‘તુ ચૂપ થઈ જા… મારી સામેથી દૂર થઈ જા…’ છોકરી ગેટ પાસે આવીને કહે છે, ‘મારા જીવનથી દૂર થઈ જા’ અને તે ફરી એક લાફો ઝીંકી દે છે. આ વખતે છોકરો પણ શાંત નથી બેસતો, દરવાજો ખૂલવાની રાહ જોતો છોકરો કહે છે, ‘તું ઊભી રે…હમણાં તને સબક શીખવાડું.’ છોકરો આટલું બોલે છે ત્યાં તે ફરી તેને એક લાફો ઝીંકે છે અને કહે છે કે, ‘મમ્મીને કહી દઈશ કે… તારી જેવો*** કોઈને ન મળે…’ મેટ્રોનો દરવાજો ખૂલે છે અને બંને નીકળી જાય છે. એક યુઝરે વીડિયો પર કૉમેન્ટ કરી હતી કે, ‘માસ્ક પહેરીને લોકોને લાગે છે કે તેઓ જાહેરમાં કંઈ પણ કરી શકે છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘બંનેએ આ વીડિયો વાયરલ કરવા માટે બનાવ્યો હશે.’ કેટલાક લોકોએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને છોકરાં અને છોકરી પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ વાયરલ વીડિયો પર હજી સુધી DMRC તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here