મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકોને બ્લેન્કેટ અને સ્વેટરનું વિતરણ

મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકોને બ્લેન્કેટ અને સ્વેટરનું વિતરણ
મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકોને બ્લેન્કેટ અને સ્વેટરનું વિતરણ
શિયાળાની ઠંડીએ માજા મુકવાની શરૂઆત કરી છે ત્યારે ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના લોકો અને ખાસ કરીને બાળકોની ફીકર કરીને મેંગોપીપલ પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં નવા બ્લેન્કેટ અને બાળકો માટેના નવા વુડી (ટોપી વાળા સ્વેટર)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાત્રે પડતી આવી કડકડતી ઠંડીમાં નવું બ્લેન્કેટ મેળવી વડીલો અને નવું વુડી જાકીટ મેળવી બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડ તથા રૂપલબેન રાઠોડે આ સતકર્મ માટે જહેમત ઉઠાવેલ હતી. મેંગોપીપલ પરિવાર છેલ્લા નવ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.

Visit Saurashtra Kranti Homepage here

મેંગોપીપલ પરિવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ, જામનગર અને વાંકાનેરની જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ પ્રોજેક્ટ મુસ્કાનના પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશથી દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડની સાથે સાથે નિ:શુલ્ક અન્ડર ગાર્મેન્ટ પણ આપાઇ રહ્યા છે.
આવા સેવાકીય સતકર્મની વધુ માહિતી માટે અને યોગદાન આપવા માટે મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડના (મો.નં. 9276007786) ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here