મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ
આજે તેમનો 62મો જન્મદિવસ છે તે સમયે તેઓને શત: જીવ: શરદ:, દિર્ઘાયુની શુભેચ્છા સાથે ગુજરાતની જનતાની વધુ સેવા માટે ઈશ્વર તેમને તંદુરસ્તી બક્ષે તેવી પણ શુભકામના વ્યક્ત કરીએ છીએ. ગુજરાતમાં એક સમયે સી.એમ. બાય ચાન્સ તરીકે સૌના આશ્ચર્ય વચ્ચે મુખ્યમંત્રી તરીકે પસંદ થયેલા ભુપેન્દ્રભાઈ પટેલે ફકત એક વહીવટ કુશળ મુખ્યમંત્રી તરીકે જ નહી પણ ‘દાદા’ તરીકે પ્રજાના વડિલ તરીકે પણ ચાહના મેળવીને તથા વહીવટીતંત્રને પણ એક નવી ગતિથી દોડતું કરીને પોતાની ક્ષમતા સાબીત કરી દીધી છે.

Read About Weather here

પૂ. દાદા ભગવાનના અનુયાયી તરીકે તેઓ જાણીતા છે અને તેથી જ તે શ્રદ્ધા તેમને અપૂર્વ બળ અને જુસ્સો આપે છે. આજે તેઓ અડાલજ ખાતે ત્રિમંદિર જઈને પૂજા અર્ચના કરીને તેમના કામકાજમાં વ્યસ્ત થઈ જશે પણ તેઓ અનેક રાજકીય અને શાસકીય રેકોર્ડ સાથે જોડાઈ ગયા છે

અને 156 બેઠકો પર ભાજપનો વિજય એ ગુજરાતની જનતાનો ભાજપ અને ભુપેન્દ્ર પટેલ સરકારમાં વિશ્વાસનું પણ એક પરિણામ હતું.ખૂબજ સરળ-સૌમ્ય અને સૌની સાથે મળી જાય તેવું વ્યક્તિત્વ છતાં તેની પાછળ એક કુશળ વહીવટકાર તથા મકકમ શાસકની છબી તેમની બની છે તે ઉપરાંત સૌના સી.એમ. બની રહેવામાં તેમની જે સ્વભાવગત વૃતિ છે

Visit Saurashtra Kranti Homepage here

તે જ તેમને સફળતા અપાવે છે.2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયા બાદ સપ્ટેમ્બર 2021માં ભુપેન્દ્રભાઈ પટેલને ભાજપ નેતૃત્વએ નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સોંપવાનો નિર્ણય કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here