(દિવ્યેશ જટાણીયા દ્વારા)
ઓખમંડળ તાલુકાના ઔધોગિક શહેર મીઠાપુર ખાતે આવેલી ટાટાકેમ ડી એ વી પબ્લિક સ્કૂલમાં ત્રીજું વાર્ષિક બહુપક્ષીય પ્રદર્શન અને 7મો વાર્ષિક સન્માન સમારોહની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ગત તા. 29 ડિસેમ્બરના રોજ આ પ્રદર્શનની શરૂઆતમાં મુખ્ય અતિથિ વિશેષ એન. કામથ મીઠાપુર ટાટા કેમિકલ્સના વાઇસ ચેરમેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સહેબ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટો કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભારે મેહનત કરીને બનાવવામાં આવ્યા હતા.
તેની એક એકની મુલાકાત લઈ ખુબજ ઊંડાણપૂર્વક સમજણ મેળવી હતી એન કામથ સાથે રજની કામથ, નિરવ જોશી પ્રિન્સિપાલ મીઠાપુર હાઈસ્કૂલ, આર. કે. શર્મા પ્રિન્સિપાલ ટાટાકેમ ડી એ વી પબ્લિક સ્કૂલ વગેરે જોડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ ગત તા.30 ડિસેમ્બરના રોજ 7 મો સન્માન સમારોહ પણ ભારે ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત આ જ સ્કૂલના શૈક્ષણિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે અલગ અલગ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મુખ્ય મેહમાન અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તકે કામથ દ્વારા શાળાની પ્રગતિ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને સન્માનિત થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર આયોજનમાં શાળાના પ્રિન્સિપાલ આર.કે.શર્મા તથા શાળાના શિક્ષક ગણ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here