મીઠાઈ ખાતા પહેલાં ચેતજો…!

મીઠાઈ ખાતા પહેલાં ચેતજો...!
મીઠાઈ ખાતા પહેલાં ચેતજો...!
કેટલાક વેપારીઓ બજારમાં વધુ નફો કમાવવાની લાલચમાં મીઠાઈમાં ભેળસેળ કરતા હોય છે. દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. બજારમાં ઠેર ઠેર મીઠાઈઓ વેચાઈ રહી છે. તહેવારોમાં ગિફ્ટમાં આપવા હજારો કિલો મીઠાઈ બજારમાં વેચાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે લોકોને રોગનો ભોગ બનવું પડે છે. દિવાળીના તહેવારમાં તંદુરસ્તી જાળવી રાખવી પણ પોતાની જ જવાબદારી બને છે. આવી મીઠાઈ ખાવાથી પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી જેવા રોગો થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ આ મામલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાજુકતરીમાં શીંગ અને તેના પાવડરનો તેમજ અન્ય મીઠાઈમાં કલર, અખાદ્ય માવાનો ઉપયોગ થતો હોય છે.

ચાંદીના વરખની જગ્યાએ વેપારીઓ એલ્યુમિનિયમનું વરખ વાપરતા હોય છે. પામોલિન તેલ અને ઘીનો પણ ભેળસેળમાં વધુ પડતો ઉપયોગ થાય છે. જેથી ગ્રાહકો આવી મીઠાઈ ખરીદીને ખાતા હોય છે અને બાદમાં તેમની તબિયત લથડતી હોય છે.

દિવાળીમાં મીઠાઈમાં કાજુકતરી, માવાની મીઠાઈ વધુ વેચાતી હોય છે. આ મીઠાઈમાં વેપારીઓ કેટલીક ભેળસેળ કરતા હોય છે. જેમાં ખાસ કરીને માવાની મીઠાઈમાં અખાદ્ય કલર અને સેકરીનનો ઉપયોગ થતો હોય છે.

આ મીઠાઈ તાજી બનેલી હોય તો જ ઉપયોગમાં લઇ શકાય છે. જે દિવસે ખરીદી કરી એના બે દિવસની અંદર જ ખાઈ જવી પડે છે નહીં તો તેમાં ફૂગ આવવા લાગે છે.

કાજુકતરીમાં કાજુનો ઉપયોગ કરે પરંતુ કેટલાકમાં શિંગ અને તેના પાવડરનો પણ ઉપયોગ થાય છે. ઓરીજીનલ કાજુકતરી અને મિક્સ કાજુકતરીમાં સ્વાદ અલગ જ હોય છે. ભેળસેળ કરેલી કાજુકતરીમાં સ્વાદ જ આવતો નથી.

ફૂડ વિભાગના સૂત્રો મુજબ વેપારીઓએ ભેળસેળ કરેલી અને કલરવાળી મીઠાઈ ખાવાથી લોકોને પેટના રોગો જેવા કે ઝાડા-ઉલટી, પેટમાં ચૂંક આવી તેમજ કિડની પર અસર કરતા રોગો થવાની સંભાવના રહેલી છે.

હંમેશા જે મીઠાઈ ખરીદી કરો તેને એક જ બે દિવસમાં ખાઈ જવી જરૂરી છે જો ત્રણ કે ચાર દિવસ મૂકી રાખવામાં આવે તો મીઠાઈ બગડી જાય છે. મીઠાઈમાં વધુ પડતો કલર જણાય તો તેવી મીઠાઈ આરોગવી ખૂબ જ હાનિકારક છે કારણકે તે કલર અખાદ્ય હોય છે.

Read About Weather here

જે શરીરને નુકસાન કરી શકે છે.જો કોઈ ખાય તો તે બીમાર થવાની સંભાવના રહેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here