મારે’ને વિજય રૂપાણીને કેટલાક મતભેદ હોય શકે, મનભેદ કયારેય નહીં

મારે’ને વિજય રૂપાણીને કેટલાક મતભેદ હોય શકે, મનભેદ કયારેય નહીં
મારે’ને વિજય રૂપાણીને કેટલાક મતભેદ હોય શકે, મનભેદ કયારેય નહીં

ભાઇ ઇન્દ્રનીલ મારી અને વિજય રૂપાણીની ચિંતા કરવાને બદલે તમારી અને પાર્ટીની ચિંતા કરો: ધારાસભ્ય ગોવિંદ પટેલ

5 ફેબ્રુઆરીએ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને લખેલા પત્રથી સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ફફડાટ મચી ગયો હતો. કારણ કે ગોવિંદ પટેલે સીધો જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કર્યો હતો કે, 15 ટકા કમિશને તેઓ ડૂબેલા નાણાં પાછા અપાવે છે. જેને લઇને તપાસ કમિટિ રચવામાં આવી અને તપાસ બાદ લેટરબોમ્બના 26 દિવસ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી જૂનાગઢ થતા ગોવિંદ પટેલે પત્ર લખી રાજ્ય સરકાર અને મીડિયાને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ નેતાઓએ પત્રકાર પરિષદ યોજી ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. વિજય રૂપાણી અને રાજકોટના ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજના આગ્રહના કારણે અંદાજે રૂ. 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કરતા ખળભળાટ મચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો, જેના સામે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોપ લગાવનાર કોંગ્રેસના નેતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસ પક્ષના દંડક સી.જે. ચાવડા અને વિરોધ પક્ષ નેતાના કાર્યાલયના અંગત મદદનીશને બદનક્ષી બદલ કાનૂની નોટિસ ફટકારી હતી. આ અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું કે વિજયભાઈ-નીતિનભાઈએ વિપક્ષી નેતાને નોટિસ આપીને જ સંતોષ માની લેવો જોઈએ અને કોર્ટ કેસમાં પડવું ન જોઈએ નહીંતર તેમને જ નુકસાન જવાનું છે.આ કૌભાંડની ચર્ચા ન કરીએ એ જ તેમના માટે સારું છે અને જો તેઓ ચર્ચા કરવા માંગતાં હોય તો જાહેરમાં કરવા માટે અમે તૈયાર છીએ. ઈન્દ્રનીલ રાજગુરૂએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સહારાવાળી જગ્યા જે રહેણાક હેતુમાંથી ઈન્ડસ્ટ્રીલ ઝોનમાં ફેરવવામાં આવી છે તે જગ્યા રેસિડેન્શીયલ પ્રોજેક્ટ સહારાનો ન ચલાવવા દઈ એને સરકારે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દીધી છે એ વિસ્તાર જ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો છે એટલે વિજયભાઈ તમારી વાત એવી છે

Read About Weather here

કે રેસિડેન્શીયલ ઝોનમાં ફેરવીએ તો વધારો નફો થાય તે વાત બિલકુલ ખોટી છે. તમે એ કંપનીને રેસિડેન્શીયલ ઝોન માટે આપી હતી અને તેને મંજૂરી પણ જમીન લેવાની એવી રીતના મળેલ તે સંજોગોમાં તમે એ જગ્યાએ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી તો એમાં શ્રીસરકાર આવે એવું પણ એમને થઈ શકે છે પરંતુ જે થયું હોય તે એમાં અમે પડવા માંગતા નથી પણ ઉપરથી તમે નોટિસ આપીને બહુ ખોટું કર્યું છે. રાજગુરૂએ વધુમાં ઉમેર્યું કે રૂપાણી-ભારદ્વાજે ખૂબ જ દાવ લીધો છે એટલે હવે ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ મોકરિયા પાટીલની સુચનાથી તેમનો દાવ લઈ રહ્યા છે એટલે અમને એમાં સામેલ ન કરવા જોઈએ. ત્યારે ઇન્દ્રનીલ રાજયગુરૂને જવાબ આપતા ધારાસભ્ય ગોવીંદ પટેલે જણાવ્યું હતું કે, આક્ષેપો કરવાનો તમારો અબાધીત અધિકાર છે પરંતુ આક્ષેપો સત્યની નજીકના હોયતો લોકોના ગળે ઉતરે મારેને વિજયભાઈને કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નહિ. તે આપે તથા આપની પાર્ટીએ સ્વીકારવું જોઈએ રાજ્ય સરકારે પોલીસના વ્યવહાર સામે જે પગલાઓ લીધા છે તેને આડે પાટે ચડાવવાની કોશિશ ન કરો જેમાં જાહેર જીવનનું અને લોકોનું હિત છે તે આપે સમજવું જોઈએ. આપ સમજદાર છો અમારી કે અમારી પાર્ટીની ચિંતા ન કરશો તેવી વિનંતી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here