માત્ર 28 માર્ક્‍સ આપી દો, તમને તમારા પુત્રની કસમ : વિદ્યાર્થી

માત્ર 28 માર્ક્‍સ આપી દો, તમને તમારા પુત્રની કસમ : વિદ્યાર્થી
માત્ર 28 માર્ક્‍સ આપી દો, તમને તમારા પુત્રની કસમ : વિદ્યાર્થી
કોઈ પાનાની વચ્‍ચે પૈસા છોડી દે છે તો કોઈ ઈમોશનલ મેસેજ લખે છે, પરંતુ એક વિદ્યાર્થીએ એવી વાત લખી છે કે વાંચીને તમે પણ ચોંકી જશો. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ શિક્ષકના પરિવારના સભ્‍યોને તેમાં ખેંચી લીધા. જયારે પરીક્ષામાં ઘણા પ્રશ્નોના જવાબો જાણતા નથી હોતા, ત્‍યારે તેમને ખ્‍યાલ આવે છે કે ભાગ્‍યે જ પાસ થઈ શકશે. આ પછી,તેઓ કોપીમાં જ કંઈક લખે છે, જેને વાંચીને શિક્ષકો દંગ રહી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આટલું જ નહીં, તેણે શિક્ષકના પુત્રની કસમ પણ આપી દીધી. અને માત્ર પાસ માર્ક આપવા વિનંતી કરી. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, પરંતુ વિદ્યાર્થી દ્વારા કોપી ચેક કરનાર શિક્ષક માટે લખેલો આ મેસેજ અલગ હતો. હા, તમે વિચારતા હશો કે શિક્ષકે આ સ્‍થિતિમાં શું કરવું જોઈએ. જેમ આપણે કોપીમાં જોઈ શકીએ છીએ, જવાબ લખ્‍યા પછી, અંતે એક વિદ્યાર્થીએ થેન્‍ક યુ સો મચ લખ્‍યું. પછી બે ઇમોજી બનાવ્‍યા – એક સ્‍માઈલી અને બીજું હાર્ટ. વિદ્યાર્થીએ આગળ લખ્‍યું, શ્નમને માત્ર ૨૮ નંબર આપો.

Read About Weather here

તમને તમારા પરિવારની કસમ તમને તમારા પુત્રની કસમ. આ લખ્‍યા પછી, તેને આશા હતી કે શિક્ષક તેની મદદ કરશે. જો કે હવે આ તસવીરે ઈન્‍ટરનેટ પર છવાઈ ગઈ છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પાસ થશે કે નહીં તેની ખૂબ ચિંતા થાય છે. તે આન્‍સરશીટના છેલ્લા પેજ પર આવા કેટલાક મેસેજ લખે છે જેથી શિક્ષક ભાવુક થઈ જાય. જો કે, આજના વિશ્વમાં આવી શક્‍યતા અત્‍યંત દુર્લભ છે. આ પહેલા પણ ઘણી તસવીરો વાયરલ થઈ ચુકી છે, જેમાં આવી જ એક ઘટના બની હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here