માણાવદર તાલુકાના નાકરા ગામે ગતરાત્રીના 11:30 થી 3:30 વચ્ચે 4 કલાકમાં 8 ઇંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હતો. તેવી માહિતી ટેલીફોન વાતચીતમાં નાકરા ગામના સંજયભાઈ ધડુકે આપી હતી. રાત્રીના 4 કલાકમાં રીતસર વરસાદે અનરાધાર અને ઝંઝાવાતી વરસાદે હાહાકાર મચાવી દીધો હતો. આ વરસાદી પાણીથી ખેતરો જળબંબાકાર થયા છે તો નદી- નાળા- વોકળા ભયજનક રીતે ગતરાત્રીથી વહેતા થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જે પાણી માણાવદરનાં ત્રયંબકેશ્ર્વર મંદિર પુલને પણ ડૂબાડી દીધો હતો. જે પાણી બાંટવા ખારાડેમમાં ઠલવાયો જે વચ્ચે આવતા ખાંભલા પુલ પોણું ડૂબી ગયું હતું. આ વરસાદે નુકશાની થઇ છે. જે હાલ ખેતરોમાં થઇ શકાય તેમ નથી. જે પછી ખબર પડશે કેટલી નુકશાની થઇ છે. માણાવદર પંથક સતત વરસાદથી જળબંબાકાર છે. તેમાં તાલુકાના સણોસરા ગામનો વિશાળ ડેમમાં આજુબાજુ અન્ય ગામોનાં પાણી પણ ઠલવાયા ઉપરથી 3 થી 4 ઇંચ વરસાદથી આ સણોસરા ડેમ ભારે પર પ્રવાહ સાથે આ ગતરાતનાં 3 વાગ્યા આસપાસ ઓવરફલો થતા તે બધું પાણી માણાવદર રસાલા ડેમમાં ઠલવાયું જેના કારણે વચ્ચેનો પુલ બંધ કરવાની ફરજ પડી હતી.
Read About Weather here
શહેરમાં રાત્રીનાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો. પરંતુ ઉપરવાસના અતિભારે પ્રવાહ સાથેના ઓવરફલો ડેમનાં પાણીથી રસાલા ડેમ બાદ તે ખારાડેમમાં ઠલવાતા રાત્રીનાં તત્કાલ 4 દરવાજા 1 ફૂટ ખોલી ડેમનું લેવલ જાળવવાની ફરજ પડી હતી. શહેરમાં ગતરાત્રીથી વરસાદ હજી ચાલુ છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here