માંડા ડુંગર વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે કારખાનાઓ મનપાને પણ દઝાડશે??

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મનપા ગેરકાયદેસર દબાણ દુર કરવા અનેક ઝુબેશ ચલાવી રહી છે. શહેરમાંથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને ગેરકાયદેસર અને સુચીત વિસ્તારોમાં તેમજ કોમન પ્લોટમાં કરેલ બાંધકાનો સર્વ કરીને તેને પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક વાત કહી શકાય કે કદાચ મનપા તંત્રને આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે.!રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનો તાજેતરનો નમુનો છે આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમ આ જમીન સુચીત હોવા છતાં પણ અહીં અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. જે એકપણ નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. લોખંડ ઓગાળવામાં આવે છે આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે.

Read About Weather here

તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખુબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવાવાળું છે જ નહીં કે શું???પશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે.આ ઉપરાંત ગેરકાયદેસર કારખાનાઓ અનેક ગણુ વિસ્તારમાં પ્રદુષણ ઓકી રહ્યા છે તો આ અંગે પોલ્યુશન બોર્ડ શું અજાણ હશે? તે અંગે પણ પ્રશ્ર્ન સર્જાઇ રહ્યો છે. શું પોલ્યુશન બોર્ડની આ કારખાનો વાળા સાથે કંઇ સાઠગાઠ હશે તે પ્રશ્ર્ન પણ થયા વિના અહિંયા રહેતો નથી.આાગામી દિવસોમાં જો કોઇ અરજદાર કે સ્થાનીક રહેવાસીઓ દ્વારા કારખાનાના પ્રદુષણ અને ગેરકાયદેસ અંગેની અરજી ઉપર લેવલ સુધી પહોંચશે તો અનેક ના તપેલા ચડી જશે તે વાત નકારી શકાય નહીં. કારખાનાઓના પ્રદુષણથી આજુબાજુનો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે તે અંગે તંત્રે લાલઆંખ કરવી ખુબ જ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here