માંડવી પાક, દાળિયા પાક, ખજૂર પાક, ડ્રાયફ્રુટ સાની, શિયાળામાં મજા કરાવતા પૌષ્ટિક પાકથી શોભતી રાજકોટની બજારો, સ્વાદ શોખીન લોકોનો ખરીદી માટે ધસારો

રાજકોટ શહેરમાં શરદ ઋતુ એટલે કે શિયાળા એ જમાવટ કરી છે. મૌસમ મદમસ્ત બની ગઈ છે. સીઝન પુરબહારમાં ખીલી ઉઠી છે. શિયાળો એટલે સ્વાસ્થ્ય વર્ધક મૌસમ ગણવામાં આવે છે. એટલે પૌષ્ટિક ખોરાક આરોગવાની આ મૌસમ છે.

Visit Saurashtra Kranti Homepage here

એ ધ્યાનમાં લઈને રાજકોટની બજારોમાં શક્તિવર્ધક અને રસ ભરપુર ચીકી અને સાની જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોથી બજારો શોભાઈમાન બની ગઈ છે. ડ્રાયફ્રુટ, ગોળ તથા ખાંડથી તૈયાર કરવામાં આવતા જાતજાતનાં પાક તથા વસાણા દુકાનોનાં ગલ્લા પર રંગબેરંગી રૂપમાં ગોઠવાઈ ગયા છે

અને સ્વાદ શોખીન રાજકોટીયનને આકર્ષી રહ્યા છે. માંડવી પાક, દાળિયા પાક, ખજૂર પાક સહિતનાં વિવિધ રંગી ચીકીનાં રૂપ બજારમાં આવી ગયા છે. ડ્રાયફ્રુટથી ભરપુર સાની જેવા પૌષ્ટિક પાક પણ તૈયાર થઈને બજારમાં આવી ગયા છે.

આવા પાક લેવાથી શરીરની ઈમ્યુનિટીમાં ખૂબ જ વધારો થાય છે. ચીકીની સાથે-સાથે તબિયતને ટનાટન કરી દેતા રસ ભરપુર અડદિયા તો કેમ ભુલાઈ? લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે.

Read About Weather here

કેમકે કોરોના મહામારીનાં યુગમાં સહુને શરીરની ઈમ્યુનિટી જાળવવાનું અને વધારવાનું મહત્વ સમજાયું છે. એટલે માત્ર જીભનાં સ્વાદ ખાતર નહીં પણ તંદુરસ્તીનાં જતન માટે પણ લોકો ચીકી અને અડદિયા આરોગવા માટે બજારોમાં ધસારો કરી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here