મહુવામાં ચોમાસાનો પ્રારંભ જબરદસ્ત રહેતા દોઢ માસની અંદર જ સિઝનનો ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ સમગ્ર જિલ્લા પરથી મેઘરાજાએ મોં ફેરવી લેતા મહુવામાં પણ ઘણાં લાંબા સમયથી કોઈ નોંધપાત્ર વરસાદ થયો ન હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે ગરમી, બફારો અને ઉકળાટ વધી ગયો હતો. દરમિયાનમાં આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે બપોરે બે વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે મેઘરાજા તૂટી પડયા હતા અને શ્રાવણમાં અષાઢ જેવા માહોલમાં ધોધમાર સવા ઈંચ પાણી વરસાવી દીધું હતું. જેના કારણે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ રાહત અનુભવી હતી. મહુવાને બાદ કરતા શ્રાવણ માસનો છેલ્લો દિવસ નવ તાલુકામાં વરસાદ વિના કોરોધાકોડ રહ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here