મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ ટીમ વચ્ચે ફાઈનલ જંગ

નેશનલ ગેમ્સ હોકી સ્પર્ધામાં મહિલાઓની સેમિ ફાઈનલ હરિયાણા અને ઝારખંડ વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ મેચમા હરિયાણા 5-2 ગોલ સાથે ફાઈનલમાં પહોંચ્યું છે. જ્યારે બીજો મેચ મધ્યપ્રદેશ અને પંજાબ વચ્ચે રમાયો હતો. જેમાં પંજાબ ટીમે 2-1 ગોલ સાથે મધ્યપ્રદેશને હાર આપી ફાઈનલ મેચમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. હવે 11 ઓક્ટોબરે હરિયાણા અને પંજાબની ટીમ વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ જંગ જામશે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ મેચમાં હરિયાણાની આંતરરાષ્ટ્રીય ખેલાડી રાની રામપાલે બે ફિલ્ડ ગોલ, બે પેનલ્ટી ગોલ અને એક પેનલ્ટી સ્ટ્રોક ગોલ સાથે પાંચ ગોલ, જ્યારે ઝારખંડ વતી સંગીતકુમારી અને સલીમા રેરેએ એક-એક ગોલ સાથે બે ગોલ નોંધાવ્યા હતા.

Read About Weather here

 બીજી સેમિ ફાઇનલ મેચમાં પંજાબની કેપ્ટન ગુરજીત કૌરે અને મધ્ય પ્રદેશની ટીમના કેપ્ટન ઇશિકા ચૌધરીએ એક-એક ગોલ કરતા મેચ બરોબરી બાદ છેલ્લી મિનિટોમાં એટેક કરતા લાલરેમિસમીએ ફિલ્ડ ગોલ્ડ નોંધાવી 2-1થી મધ્યપ્રદેશ સામે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 11 ઓક્ટોબરના રોજ હરિયાણા અને પંજાબ વચ્ચે ગોલ્ડ માટે ફાઈનલ જંગ ખેલાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here