મફતમાં લીંબુ વિતરણ

મફતમાં લીંબુ વિતરણ
મફતમાં લીંબુ વિતરણ
જેમાં 20 કિલો જેટલા લીંબુ વહેંચ્યા હતા. જેમાં પહેલા શહેર ભાજપ કાર્યાલયે યોજાનારા કાર્યક્રમને પોલીસ કમિશનર કચેરી ખાતે યોજતા પોલીસકર્મીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. વડોદરામાં મોંઘવારી મુદ્દે આજે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા લીંબુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ બાદ લીંબુના ભાવ પણ આસમાને પહોંચતા આજે મોંઘવારીના વિરોધમાં વડોદરાના ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેમના સમર્થકોએ લીંબુનું મફત વેચાણ કરવાનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં સ્વેજલ વ્યાસે પહેલા જાહેરાત કરી હતી કે, આ કાર્યક્રમ સયાજીગંજ ખાતે ભાજપ કાર્યાલય બહાર આયોજીત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ભાજપ કાર્યાલય બહાર આવી ગયો હતો. જેથી સ્વેજલ વ્યાસે અંતિમ ક્ષણે જાહેરાત કરી હતી કે, હવે તેઓ પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણનો કાર્યક્રમ કરશે.આમ અચાનક સ્થળ બદલી નાખતા પોલીસકર્મીઓમાં પણ ભાગદોડ મચી હતી. પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણ કરવા પહોંચેલા સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે, દેશમાં લોકશાહી છે અને તેમાં દરેકને રજૂઆત કરવાનો અધિકાર છે. ખેડૂત 120 રૂપિયામાં લીંબુ વેચે એ લીંબુ આપણે 350માં લઇએ તો 230 રૂપિયા કોણ ખાય છે? સરકાર તેનો જવાબ આપે.

મોંઘવારીના વિરોધમાં 10 મહિના અગાઉ 3 હજાર દૂધની થેલી મફતમાં વહેંચવામાં આવી હતી

સ્વેજલ વ્યાસે આક્ષેપ કર્યો છે કે, તે વિરોધ પ્રદર્શન બાદ પરત ફરતા હતા, ત્યારે કારેલીબાગ વિસ્તારમાં કેટલાક લોકોએ તેમનો પીછો કર્યો હતો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેઓ રજૂઆત કરવા કારેલીબાગ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા.ઉલ્લેખનિય છે કે, પેટ્રોલનો ભાવ જ્યારે અગાઉ 100 રૂપિયાને પાર થઇ ગયો હતો. ત્યારે સ્વેજલ વ્યાસ અને ટીમ રિવોલ્યુશન દ્વારા મફત પેટ્રોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપનો ખેસ પહેરીને જે વ્યક્તિ આવે અને વંદે માતરમ ભારત માતા કી જય બોલે તેમને એક-એક લિટર પેટ્રોલની મફત આપવામાં આવ્યું હતું.

ટીમ રિવોલ્યુશને 20 કિલો જેટલા લીંબુ વહેંચ્યા હતા

જેમાં દોઢ કલાકમાં 310 લોકોને મફત પેટ્રોલનું વિતરણ કર્યું હતું.આ ઉપરાંત મોંઘવારીના વિરોધમાં 10 મહિના અગાઉ 3 હજાર દૂધની થેલી મફતમાંવહેંચવામાં આવી હતી અને મફત દૂધ લેવા માટે લાંબી-લાંબી લાઇનો લાગી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એવુ નક્કી કરાયું હતું કે, તમે વડાપ્રધાનનો ફોટો લઇને આવો તો 10 થેલી દૂધ, મુખ્યમંત્રીનો ફોટો લઇને આવો તો 5 થેલી દૂધ, ધારાસભ્યનો ફોટો લઇને આવો તો 3 થેલી દૂધ અને કોર્પોરેટરનો ફોટો લઇને આવનારને 1 થેલી દૂધ આપવામાં આવ્યું હતું.

Read About Weather here

જે વ્યક્તિ પાસે કોઇ રાજકારણીનો ફોટો ન હોય તો તેઓએ બહુત હુઇ મંહગાઇ કી માર, અબ કી બાર મંહગી સરકારનો લગાવવાનો હતો. આ સાથે ભાજપનો ખેસ અને કાર્ડ લઇને આવનારને પણ તેમને દૂધની મફત થેલી આપવામ્ાં આવી હતી.આ નારો લગાવનારને પણ 1 થેલી દૂધ મફતમાં આપવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here