મધરાત્રે ઊંઘમાં જ મોત આવ્યું

મધરાત્રે ઊંઘમાં જ મોત આવ્યું
મધરાત્રે ઊંઘમાં જ મોત આવ્યું
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.02) ઘરમાં ઊંઘતા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં મકાન ધરાશાયી થઈ જતા દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દાદા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ભાર વરસાદના કારણે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું.
મધરાત્રે ઊંઘમાં જ મોત આવ્યું ઊંઘ

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ઊંઘી રહેલા દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચીસાચીસ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દાદા કેદારભાઈને કાટમાળી બહાર કાઢીને સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.કાચા મકાનનો બધો કાટમાળ સામાન પરિવાર પર પડ્યો હતો.

Read About Weather here

જેથી દાદી અને પૌત્રીને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દાદી-પૌત્રીનું મોત થતાં પરિવારે આક્રંદ કર્યું હતું. જેને પગલે ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.બંનેને બચાવવા માટેનો ઘણો પ્રયાસ કરવા છતાં આખરે બંનેને જીવ ગુમાવવો પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here