મધરાતે પોલીસને દોડતી કરી…!

મધરાતે પોલીસને દોડતી કરી…!
મધરાતે પોલીસને દોડતી કરી…!
મોડી રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી જોઈ બીજી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ ચોંકી ઊઠ્યો હતો. સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં મોડી રાત્રે આત્મહત્યા કરે તે પહેલાં ખટોદરા પોલીસે ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપના સ્ટેટસમાં ગળામાં દોરડું લટકાવી પંખા સાથે બાંધી ફાંસો ખાતી હોય તેવી સેલ્ફી લીધી હતી.
મધરાતે પોલીસને દોડતી કરી…! પોલીસ

Read About Weather here

આ ફોટો તેણે વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. બાદમાં તેના ગ્રૂપ સર્કલમાં આ સ્ટેટ્સ જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દોડી આવીને વિદ્યાર્થિનીને બચાવી લીધી હતી.હોસ્ટેલની રૂમમાં એક વિદ્યાર્થિની આત્મહત્યા કરનાર હોવાનું સાંભળી અહીંના કર્મચારીઓના હોશ ઊડી ગયા હતા.અંકલેશ્વરની વતની અને સિવિલ સ્થિત ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના વ્હોટ્સએપ સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો મૂક્યો હતો.

ગણતરીના બે-ત્રણ જણાને દેખાય એ રીતે તેણે એ સ્ટેટસમાં સેટિંગ કર્યું હતું. દરમિયાન દેહરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઇ તેને ફોન કર્યો હતો.વિદ્યાર્થિનીની સાથેની વાતચીત બાદ તેણીએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હોવાનું અંદાજો આવી ગયો હતો. જેથી મિત્રએ જરા પણ વિલંબ કર્યા વિના કોલ કટ થતાની સાથે સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં આ મામલે જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને એક ટીમને મોકલી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કંટ્રોલ રૂમમાંથી વર્દી મળતા નાઈટ પેટ્રોલિંગની ગાડીમાં એએસઆઈ સુશીલાબેન, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનિષાબેનને ફિઝિયોથેરાપી હોસ્ટેલે દોડી ગયાં હતાં. વિદ્યાર્થિનીની રૂમ પર જઈ દરવાજે ઊભા રહી પોલીસ ટીમે તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેણીની વાતો પરથી પરીક્ષાને લઈ તણાવમાં હોવાનું જણાઈ આવ્યું હતું.પીઆઇ આર.કે. ધુળિયાએ જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલી રહી છે. પેપર ખરાબ ગયા હોઇ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here