ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાનો પુત્ર અમિત મકવાણા સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ અંગે મંત્રી આર.સી.મકવાણાએ પુત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, આ રુપિયા ત્રણ હજારની પ્લાસ્ટિકની રમકડાની બંદુક હતી.
Visit Saurashtra Kranti Homepage here
મંત્રી આર.સી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો ફાયરિંગ કરતો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. અમિત મકવાણાએ સિકયુરિટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું. મંત્રી આર.સી મકવાણાના પુત્રએ જાહેરમાં ખુલ્લેઆમ પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો હતો.નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે,
Read About Weather here
ત્યારે ખુદ રાજ્યકક્ષાના મંત્રી જ પોતાના દીકરાને કાયદાનો પાઠ ભણવવાનું ભૂલી ગયા. જાહેરમાં હથીયારનો ઉપયોગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે કે કેમ? તેવો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here