ભુપેન્દ્ર પટેલ સરકારનો 100 દિવસનો ‘જન કલ્યાણ’નો પ્લાન તૈયાર

ભુપેન્દ્ર પટેલ સરકારનો 100 દિવસનો ‘જન કલ્યાણ’નો પ્લાન તૈયાર
ભુપેન્દ્ર પટેલ સરકારનો 100 દિવસનો ‘જન કલ્યાણ’નો પ્લાન તૈયાર
ભુપેન્દ્ર સરકારના તમામ મંત્રીઓને ટાર્ગેટ અપાયા, ચૂંટણી પહેલા પુરા કરવા તાકિદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 100 દિવસની બ્લુ પ્રિન્ટ તૈયાર
તમામ મંત્રીઓ અને સંગઠનના નેતાઓ રાજયમાં ફરી પ્રજાની ફરિયાદોનો તત્કાલ ઉકેલ લાવશે: રૂપાણી સરકાર બદલી નાખવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા જોરદાર ડેમેજ ક્ધટ્રોલ કવાયત

ગુજરાતમાં વિધાનસભાની હવે બિલકુલ નજીક આવી ગઇ છે ત્યારે ભાજપ તથા સરકારની પ્રતિભાને પ્રજા સમક્ષ ચમકાવવાના આશયથી ભાજપ સરકાર અને સંગઠને સાથે મળીને 100 દિવસની કામગીરીની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે ભાજપ સરકારના મિશન-2022નો જોરશોરથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભુપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. ચૂંટણીઓ પહેલા તમામ ટાર્ગેટ અને પ્રોજેકટ પુરા કરવાના રહેશે.

મુખ્યમંત્રી પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સાથે મળીને 100 દિવસની તૈયારીઓનો જોમભેર પ્રારંભ કરાવી દીધી છે અને જન કલ્યાણનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

મુળ હેતુ વિજય રૂપાણીની સરકાર આખે આખી બદલી નાખ્યા બાદ રાજયમાં ચૂંટણીઓ દરમ્યાન તેની કોઇ અસર ન થાય એ માટે ડેમેજ ક્ધટ્રોલ કરવાનો છે.

દિવાળી સુધી સરકારના તમામ મંત્રીઓ અને સંગઠનના નેતાઓ રાજયભરમાં ફરસે, પ્રજાના પ્રશ્ર્નો અને ફરિયાદો જાણીને તેનો તાત્કાલિક નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવશે.

દિવાળી સુધીમાં રાજયના તમામ નાના-મોટા રસ્તા રીપેટ કરવા અને રી-કાર્પેટીંગ કરવાનો માર્ગ અને મકાન વિભાગને આદેશ અપી દેવામાં આવ્યો છે.

દરેક જિલ્લાના હાલના પ્રોજેકટ અને નવા પ્રોજેકટની સમીક્ષા પણ કરવામાં આવશે. ડિસેમ્બર 2022 પહેલા તમામ કામો પુરા કરી લેવાની ગણતરી રાખવામાં આવી છે.

ભુપેન્દ્ર પટેલ કેબિનેટના જે મંત્રી પ્રભારી મંત્રી તરીકે પણ ફરજ બજાવે એ તમામ પ્રભારી મંત્રીઓ એક-એક જિલ્લાનો પ્રવાસ કરશે. રાજય કક્ષાના મંત્રીઓ પણ સાથે રહેશે.

ઉપરાંત ભાજપના ધારાસભ્યો તથા જિલ્લા અને તાલુકા સ્તરનાં પક્ષના પદાધિકારીઓ અને આગેવાનો પણ પ્રવાસમાં સાથે રાખવાની તાકિદ કરવામાં આવી છે.

આ પ્રકારે રાજયમાં સરકાર અને સંગઠન બન્ને પાંખોએ જોરદાર ડેમેજ ક્ધટ્રોલ કવાયત શરૂ કરી દીધી છે. 100 દિવસની જન કલ્યાણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

અગાઉ 1995માં કેસુભાઇ પટેલની સરકારે શાસનના 100 દિવસનું આયોજન કર્યુ હતું.એ દરમ્યાન સંગઠનમાંથી નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. દરેક જિલ્લા અને તાલુકાની પ્રજા લક્ષી સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિભાગો દીઠ મંત્રીઓ પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવી રહયા છે. પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી પણ સુચનો મેળવવામાં આવી રહયા છે અને લોકફરીયાદોની વિગતો પણ પ્રાપ્ત કરવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તૈયારીઓના ભાગ અંગે અત્યારથી જ પ્રચાર શરૂ કરાવી દેવાયો છે અને ધીમે ધીમે પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવશે.

Read About Weather here

મંત્રીઓના પ્રવાસ દિવાળી સુધીમાં પુરા થઇ જાય ત્યારે બીજો રાઉન્ડ શરૂ થશે. દિવાળી પછી ભાજપના સંગઠન પદાધિકારીઓ રાજયભરમાં ભુમી વળશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here