ભુજ માર્કેટ યાર્ડમાં બે ગોડાઉન નિયમ વિરૂધ્ધ ભાડે અપાયાનાં આક્ષેપની તપાસનો પ્રારંભ

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ભુજનાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડનાં બે ગોડાઉન નિયમ વિરુધ્ધ આપી 1 કરોડથી વધુ યાર્ડને નુકશાન પહોંચાડી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો ખેતીવાડી ઉત્પન્ન સમિતિનાં ચેરમેન કેશુભાઈ પટેલ સહિતનાં જવાબદારો સામે આક્ષેપ થતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી હરકતમાં આવી ગઈ છે. આ ફરિયાદ અંગે તપાસ કરી ફોજદારી રાહે પગલા લઇ જવાબદારોને બરતરફ કરવા અંગે યાર્ડનાં ચેરમેનને અને સેક્રેટરીને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ખેતબજારનાં નાયબ નિયામક દ્વારા શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

નાયબ નિયામક દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરદાર પટેલ માર્કેટ યાર્ડ ભુજનાં ચેરમેન તથા સેક્રેટરીને અપાયેલી નોટીસમાં દર્શાવ્યું છે કે, ભુજ તાલુકાનાં માધાપરનાં રહેવાસી અરજદાર ધીરજ ગાભા ગરવાએ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન કેશુભાઈ પટેલ તથા જવાબદારો સામે ગત તા.9 જૂન 2022 નાં રોજ પત્રથી રજૂઆત કરી હતી. જેમાં ચેરમેન દ્વારા શાકભાજી વિભાગનાં બે ગોડાઉન નિયમ વિરુધ્ધ આપી એપીએમસી ભુજને રૂ.1 કરોડથી વધુનું નાણાંકીય નુકશાન કરી ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. અરજદારે તટસ્થ તપાસ કરી ફોજદારી રાહે પગલા લઇ જવાબદારોને બરતરફ કરવા જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ભુજની કચેરીને રજૂઆત કરી હતી.

Read About Weather here

આ પત્રને આધારે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીનાં નાયબ નિયામકે એપીએમસી ભુજનાં ચેરમેન અને સેક્રેટરીને લેખિત નોટીસ આપી છે. અરજદારે જે રજુઆતો કરી છે એ સંબંધે મુદ્દાવાર, આધાર પુરાવા સાથે હકીકતલક્ષી અહેવાલ દિવસ 7 માં કચેરીને મોકલી આપવા ચેરમેન અને જવાબદારોને આદેશ આપવામાં આવ્યો છે. ભુજ માર્કેટિંગ યાર્ડનાં આ મામલાથી વેપારી વર્ગ અને ખેડૂતોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ચેરમેનનાં જૂથમાં પણ સોપો પડી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here