ભારે બફરવર્ષાને કારણે કેદારનાથ યાત્રા બંધ: યાત્રિકો ફસાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બે વર્ષનાં ગાળા દરમ્યાન કોરોના મહામારીને કારણે પવિત્ર યાત્રાધામોનાં દ્વાર બંધ રહ્યા હોવાથી આ વર્ષે જંગી સંખ્યામાં યાત્રિકો ચારધામ યાત્રામાં ઉમટી પડ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ એકદમ પ્રતિકુળ અને મુશ્કેલીરૂપ બની ગયું હોવાથી હજારો યાત્રાળુ પહાડી માર્ગો પર અટવાઈ પડ્યા છે. ભારે બરફવર્ષા શરૂ થઇ ગઈ હોવાથી કેદારનાથ યાત્રા બંધ કરવી પડી છે. યાત્રિકો માર્ગમાં જ્યાં હોય ત્યાં રોકાઈ રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

હાઈ-વે પર યાત્રાળુઓને મદદ કરવા માટે અને ભૂસ્ખલનથી બચાવવા માટે સેના, પોલીસ, એનડીઆરએફની ટુકડીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે.કેદારનાથમાં પરિસ્થિતિ ભારે બરફવર્ષાને કારણે ખૂબ જ અસહ્ય બની ગઈ છે. તમામ પહાડી માર્ગો અને કેદારનાથ મંદિરની આસપાસ બરફનાં થર જામી જતા યાત્રાધામનાં દરવાજા બંધ કરવા પડ્યા છે અને યાત્રા અટકાવી દેવામાં આવી છે.

Read About Weather here

યુધ્ધનાં ધોરણે બફર હટાવવાની કામગીરી કરવામાં આવી છે. પહાડી માર્ગો પર હજારો યાત્રિકો અટવાઈ પડ્યા છે.ચારધામ યાત્રામાં વિક્રમી સંખ્યામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. જેના પરિણામે હરિદ્વારમાં તો દર્શન માટે વેઈટીંગની પરિસ્થિતિ ઉભી થઇ છે. પહાડી માર્ગો અને કેદારનાથ જતા મુખ્ય માર્ગ પર અનેક કિલોમીટર વિસ્તારમાં વાહનો જ વાહનો નજરે પડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here