ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ સમાપ્ત થશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ બુધવારે ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પ્રવાસ પર 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે.
Visit Saurashtra Kranti Homepage here
જે બાદ ખેલાડીઓ સીધા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. ODI શ્રેણીની તમામ મેચો પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે.ત્રણ T20 મેચોની પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનના બ્રાયન લારા સ્ટેડિયમમાં યોજવામાં આવી છે. જયારે બીજી અને ત્રીજી T20 મેચ સેન્ટ કિટ્સ અને નેવિસમાં યોજાશે. આ પછી બંને ટીમો છેલ્લી બે T20 મેચ માટે અમેરિકા જશે. ત્યાં બંને મેચ ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે.
Read About Weather here
ત્રણ વનડે અનુક્રમે 22, 24 અને 27 જુલાઈના રોજ રમાશે.પ્રથમ T20 મેચ 29 જુલાઈ, બીજી 1 ઓગસ્ટ અને ત્રીજી 2 ઓગસ્ટે રમાશે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને આગામી સિરીઝ પર કહ્યું, “અમારી પાસે એક યુવા ટીમ છે જે ક્રિકેટના બ્રાન્ડને પુનઃસ્થાપિત કરવા આતુર છે જે વેસ્ટ ઈન્ડિઝની ટીમ રમવા માટે જાણીતી છે. અમારી મહત્વાકાંક્ષા હંમેશા સ્પર્ધાત્મક રહેવાની રહી છે. આ પછી ચોથી અને પાંચમી T20 મેચ 6 અને 7 ઓગસ્ટે રમાશે. આખી શ્રેણી ફેનકોડ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here