પર્યાવરણ,ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર ભારતમાં 390 પ્રદુષિત શહેરોમાં રાજકોટ 94 માં ક્રમે
નાણાંપંચની 71.97 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરી હવાનું પ્રદુષણ ઘટાડવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ગોપાલ મોરવાડીયાની મનપાના કમિશનરને લેખિત રજૂઆત
કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર ભારતમાં 390 પ્રદુષિત શહેરોમા રાજકોટ 94 માં નંબરે આવ્યું છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ,ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર 2020-21 માં રાજકોટમાં 94 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22 માં રાજકોટમાં 116 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો.
Visit Saurashtra Kranti Homepage here
આમ ગત વર્ષની સરખામણી હવાનું પ્રદુષણ વધ્યું છે. ઉધોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે જેને કારણે હવાનું પ્રદુષણ વધ્યું છે. જેમાં 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઇન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામા આવે છે.ત્યારે રાજકોટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 116 નોંધાયો છે અને ટોપ 100 પ્રદુષિત શહેરોમાં 94 ક્રમ નોંધાયો છે આમ અમદાવાદ અને સુરત કરતા પણ રાજકોટની હવા વધુ પ્રદુષિત બની છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામા આર.ટી.આઈ. અનુસાર ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી હવાની ગુણવતા સુધારવામાં માટે 5 હપ્તામાં 15 માં નાણાંપંચની 71 કરોડ 97 લાખ રૂપિયની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા આ 71 કરોડ 97 લાખની ગ્રાન્ટની સામે નવેમ્બર 2022 સુધીમાં માત્ર 48,39,120 ખર્ચ કરેલ છે.
Read About Weather here
રાજકોટ મહાનગરપાલિકા આ 71 કરોડ 97 લાખની ગ્રાન્ટની સામે નવેમ્બર 2022 સુધીમાં માત્ર 48,39,120 ખર્ચ કરેલ છે બાકીની બચેલ ગ્રાન્ટનો ઉપયોગ પ્રદુષણ ઘટાડવા માટે કરવો જોઈએ.જેથી એર ક્વોલીટી મેનેજમેન્ટ સેલ બનાવી અને 15 માં નાણાંપંચની 71 કરોડ 97 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ હવાનું પ્રદુષણ ઘટાડવા માટે કરવામાં આવે જેથી રાજકોટના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઝડપી સુધારો થાય અને પ્રદુષિત શહેરોની યાદીમાંથી બહાર આવે એમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ગોપાલ મોરવાડીયાએ મનપાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here