ભારતમાં આવી નિર્ણાયક સરકાર અગાઉ કદી જોવા મળી નથી: મોદી

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

અવકાશ યુગમાં હરણફાળ માટે ખાસ એસોસિએશનની રચના

અવકાશ સંશોધન ક્ષેત્રમાં અને ઉપગ્રહનાં વિકાસ તથા લોન્ચિંગ માટે ખાસ ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની રચના જાહેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, આ એક સંસ્થા મારફત જ તમામ અવકાશી કાર્યક્રમો તૈયાર કરાશે. તમામ પ્રોજેક્ટ પ્રાઇવેટ સેક્ટરની મદદથી ઝડપથી અમલમાં મુકવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે,

ભારતે આવી નિર્ણાયક સરકાર અગાઉ કદી જોઈ નથી. અવકાશી ક્ષેત્રમાં થઇ રહેલા વ્યાપક સુધારા આ હકીકતનો સંકેત આપે છે.
વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું હતું કે, અવકાશને લગતી અનેક નવી નીતિઓ ઘડવામાં આવી રહી છે.

છેલ્લા સાત વર્ષ દરમ્યાન અવકાશ ટેકનોલોજીને પારદર્શક શાસનથી વધુ સક્ષમ બનાવવામાં આવી છે. તેમણે એ માટે ગરીબોની આવાસ યોજના, રસ્તાનાં બાંધકામ અને માળખાકીય સુવિધાનાં પ્રોજેક્ટનાં જીઓટેગિંગનો દાખલો આપ્યો હતો.

ભારતે ઉપગ્રહ છોડવાથી માંડીને અન્ય અવકાશી મિશનમાં ક્ષમતા ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં સ્થાન મેળવ્યું છે. આપણે હવે ઇન્ફોર્મેશનમાંથી અવકાશી યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ.

સરકાર એ માટેનાં નવા ઉદ્યોગો, યુવા સાહસિકો અને સંશોધકો તથા સ્ટાર્ટઅપને ઉતેજન આપશે.તેમણે ઉમેર્યું હતું કે, દેશ અવકાશી ક્ષેત્રનાં નવા યુગમાં આજે નવી ઉડાન ભરી રહ્યો છે.

Read About Weather here

અત્યાર સુધીની સરકારોએ અવકાશ ક્ષેત્રનું સરકારી ધોરણે સંચાલન કર્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here