ગુજરાતના બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. આ અંગે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમના દ્વારા એક પ્રેસનોટ પણ રિલીઝ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here
જેમાં લખેલું છે કે, ‘ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા આજરોજ જાહેરાત કરવમાં આવી છે કે, મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લાના તેમજ ભાવનગર શહેરના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.’ ‘આથી મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લાના અને ભાવનગર શહેરના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે તે બાબતની જાણ કરવામાં આવે છે.’ ત્યારે હવે મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here